મોઅઝઝીન સાહબની ઓપરેશન બાદ ઘરવાપસી

મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ટંકારીયાના મોઅઝઝીન સાહબ નામે હબીબભાઇ ઇસ્માઇલ ડાહ્યા કે જેમને ગુઠણના ભાગે ઢાંકણી બદલવાનું ઓપરેશન આપ સખીદાતાઓની આર્થિક મદદથી અને આપની ભલી દુઆઓથી સફળતાપૂર્વક સંપન્ન થઇ ગયું છે. અલહમદુલીલ્લાહ….. અને તેઓને ગતરોજ સાંજે હોસ્પિટલ માંથી રજા આપતા તેઓ સહી સલામત તેમના ઘરે આવી ગયા છે.
હવે આપણે એમના ઓપરેશન માટે સખીદાતાઓ પાસેથી કુલ રકમ ૧,૭૫,૦૦૦/- જેટલી કલેક્ટ કરી હતી. જેમાંથી તેમના ઓપરેશન ઉપરાંત દવા તથા રુમભાડું ઇત્યાદિ મળી હોસ્પિટલનું કુલ બિલ રૂપિયા ૧,૪૭,૦૦૦/- જેટલું થયું હતું. જયારે બિલની ફાઇનલ ચુકવણી કરવા માજી સરપંચ ઝાકીરભાઈ ઉમતા, મુસ્તાક દૌલા અને યુનુસ ગણપતિ હોસ્પિટલમાં ગયા ત્યારે મર્હુમ અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સાથે અમારી સાહજિક મુલાકાત થતા અમોએ એમને આ મોઅઝઝીન સાહબની પરિસ્થિતિ વિશે સવિસ્તાર માહિતગાર કરતા ફૈઝલ પટેલે રૂપિયા ૧૫,૦૦૦/- કુલ બિલ માંથી માફી કરી આપતા કુલ બિલ માંથી રૂપિયા ૧૫,૦૦૦/- બાદ કરતા ૧,૩૨,૦૦૦/- નું ચુકવણું કરવામાં આવ્યું. હવે બાકી પડેલી રકમ રૂ. ૪૩,૦૦૦/- અમારી પાસે જમા છે અને એમને દર અઠવાડીએ હોસ્પિટલમાં લઇ જવા માટે જે ખર્ચ થશે તે આ રકમ માંથી આપીશું. અને ત્યારબાદ રકમ વધશે તો તેની જાણ અમો આ માધ્યમ થકી તમામને કરીશું. ઇન્શા અલ્લાહ….. અમો આ થકી ફૈઝલ અહમદ પટેલનો દિલી આભાર વ્યક્ત કરીએ છે.
અંતમાં મોઅઝઝીન સાહબ હબીબભાઇ ઇસ્માઇલ ડાહ્યાએ આપ તમામનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો છે. અને તેઓએ તેમની દુઆઓમાં આપ દરેકનો ઝિક્ર કરી તમામ માટે ભલી દુઆઓ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*