ટંકારીઆ જળબંબાકાર
ટંકારીઆ સહીત પંથકમાં ચોમાસુ વરસાદે ધબડાટી બોલાવતા ચોતરફ જળબંબાકાર થઇ ગયું છે. ગઈકાલે સાંજથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ભારે વરસાદ પડ્યો હતો. મેઘાની આ તોફાની ઈનિંગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ગામનું વિશાળ તળાવ ઓવરફ્લો થતા પાદરમાં પાણી ભરાવાનું ચાલુ થઇ ગયું હતું. અને આશ્ચર્ય વચ્ચે નજીવા સમયમાંજ પાદરમાં કેડ સુધીના પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈને નીચાણ વિસ્તારમાં દુકાનો ધરાવતા લોકોએ પોતાના સામાનને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. વળી હવામાન વિભાગે આજે પણ ભારે થી અતિભારે વરસાદ થવાના સંકેતો આપતા લોકો જીવ તાળવે ચોંટી ગયા હતા. અને આજે પણ સતત વરસાદ ચાલુજ હતો. ખેડૂતોનો ઉભો ઉગી નીકળેલ પાકને પણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના માથે ચિંતાની લકીરો સાફ દેખાઈ આવી છે. ખેતરોમાં ચોતરફ પાણી પાણી જ નજરે પડી રહ્યું છે, પાદરમાં આવેલી મસ્જિદમાં પણ પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. હાલ મળતી માહિતી અનુસાર હજુ જમાતખાનામાં પાણી ચઢ્યું નથી જેથી હાશકારો અનુભવ્યો છે.
Allah salamat rakhe Ane har musibato thi bachave.. ameen.