ટંકારીઆમાં ગ્રામસભા યોજાઈ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગ્રામસભા ગ્રામ પંચાયત હોલમાં ભરૂચ તાલુકા ટી.ડી.ઓ. નરેશભાઈ લાડુમોરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી પોતાના તથા ગામને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં મુખ્ય ગામમાં સાફસફાઈ, વરસાદી પાણીનો સીતપોણ તરફનો કાન્સ ની સાફસફાઈ અને ઊંડાઈ કરવાની તથા ગામના અન્ય વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ટંકારીઆ ગામ વહીવટદારના હસ્તક હોઈ, વહીવટદારને દર ગુરુવારે ફરજીયાત હાજર રહેવાની તાકીદ ટી.ડી.ઓ. સાહેબે કરી હતી. આ ગ્રામ સભાની નોંધનીય બાબત એ હતી કે, આજની અગત્યની ગ્રામસભામાં વહીવટદારની ગેરહાજરી નોંધનીય હતી. આ ગ્રામસભામાં ટી.ડી.ઓ. નરેશભાઈ લાડુમોર, તલાટી ઘનશ્યામભાઈ, ભદ્રેશભાઈ તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર ઉપરાંત ગ્રામજનો હાજર રહ્યા હતા. ટી.ડી.ઓ. સાહેબે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી સાથે ગ્રામસભા સમાપ્ત થઇ હતી.
Leave a Reply