ટંકારીઆમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે રાત્રીના આશરે ૩ વાગ્યાના સુમારે ૪ જેટલા ચોરોએ બજારમાં લલિત સોનીની દુકાનમાં તથા તેની અરસ-પરસ આવેલી બ્યુટી પાર્લરની દુકાનમાં શટર તોડી ચોરીને અંજામ આપતાં ગામમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોનીની દુકાનમાંથી ચાંદીની ચોરી થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. દુકાનદારોએ પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે જણાવી આપીએ છીએ કે આ દુકાનો પાસેના સી.સી.ટીવી ફૂટેજો મળ્યા છે અને તેમાં ૪ તસ્કરો બુકાની બાંધીને શરીર પર ચાદરો લપેટી જતા નજરે પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*