“My Tankaria” વૅબસાઇટના વિવિધ વિભાગોનું અત્યાર સુધી સંપાદન કાર્ય સંભાળતા સંપાદકોમાં જરૂરી સલાહમસલત પછી નીચે મુજબ ફેરફારો કરવામાં આવ્યા છે જે વૅબસાઇટના યુઝર્સની જાણ માટે:

વિભાગ સંપાદકો
ન્‍યૂઝ (ગામપરગામના સમાચારો) મુસ્તાક દોલા, શકીલ ભા
કહાં ગયે વો લોગ નાસીરહુસેન લોટીયા, ઇસ્માઇલભાઇ ખૂણાવાલા
લાઇફ અબ્રોડ શકીલ ભા, નાસીરહુસેન લોટીયા
પોએટ્સ (કવિઓ) અઝીઝ ટંકારવી (માર્ગદર્શન), મુબારક ઘોડીવાલા, નાસીરહુસેન લોટીયા
શાઇનિંગ સ્ટાર્સ ઇબ્રાહીમ માસ્તર (પીર), શકીલ ભા, ઇસ્માઇલભાઇ ખૂણાવાલા
સંસ્થાઓ નાસીરહુસેન લોટીયા
ઇતિહાસ નાસીરહુસેન લોટીયા

અત્યારના એડમિનિસ્ટ્રેટરોમાં નીચેની વ્યક્તિઓનો સમાવેશ થાય છે:
મુસ્તાક દોલા, શકીલ ભા, નાસીરહુસેન લોટીયા, યાકૂબભાઇ મેન્‍ક

નોંધ:
૧. સંપાદકોનું કામ જે તે વિભાગ માટે યોગ્‍ય મટિરિયલ સંપાદન કરવાનું, તેને જોઇ-તપાસી જવાનું અને તૈયાર થયે વૅબસાઇટ પર અપલોડ કરવા માટે એડમિનિસ્ટ્રેટરને આપવાનું હોય છે જે દરેક બાબતની ચોકસાઇ કરી, જરૂરી સુધારા વધારા કે ફેરફારો કરી યોગ્‍ય હશે તો વૅબસાઇટ પર અપલોડ કરશે.

૨. જે તે વિભાગને લગતું લખાણ કોઇ પણ ટંકારવી કોન્‍ટ્રિબ્યૂટર તે વિભાગના સંપાદકને અથવા ડાયરેક્ટ એડમિનિસ્ટ્રેટરને મોકલી શકે છે. સંપાદક અને એડમિનિસ્ટ્રેટર તે અંગે ઘટતું કરશે.

૩. વહીવટની સરળતા, સુગમતા ખાતર કોઇ પણ બાબતમાં એડમિનિસ્ટ્રેટરનો નિર્ણય એ અંતિમ નિર્ણય રહેશે.

વિવિધ-વિભાગોના-સંપાદકોમાં-જરૂરી-ફેરફારો-અને-અગત્યની-નોંધ (અહીં આપેલ માહિતી તમે આ લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો.

આ પુસ્તકની કુટુંબ દીઠ એક કોપી લગભગ આખા ટંકારીઆ ગામમાં પહોંચાડવામાં આવી છે. વિદેશમાં પણ ટંકારવીઓ મારફત આ પુસ્તકની કેટલીક કોપી પહોંચી છે. આમ છતાં અત્યાર સુધી જે કુટુંબને આ પુસ્તક મળ્યું ના હોય, એવા ટંકારીઆ ગામમાં રહેતા લોકો જેઓ આ પુસ્તક મેળવવા ઈચ્છતા હોય તેઓ મારી પાસેથી આ પુસ્તક મેળવી શકે છે. અથવા મને મારા WhatsApp No. +919624039171 પર પોતાનું આખું નામ અને સ્ટ્રીટનું નામ લખી મોકલશો તો આપના ઘરે આ પુસ્તક પહોંચાડવામાં આવશે.

ટંકારીઆ ગામની બહાર રહેતા અને વિદેશમાં રહેતા ટંકારવીઓ તેમના ટંકારીઆમાં રહેતા સગા સંબંધીઓ, મિત્રો મારફતે આ પુસ્તક મારી પાસેથી મેળવી શકે છે. હવે મારી પાસે જૂજ કોપી બાકી છે. 

નાસીરહુસેન લોટીયા.