Author: Nasirhusen Lotiya
ટંકારીઆના ગ્રામજનો માટે અગત્યનો સંદેશ.
નાના-મોટા અકસ્માતના સમયે, હાર્ટ એટેક જેવી કેટલીક આકસ્મિક અને ભયંકર બીમારીના દર્દીને, બહેનોને પ્રસુતિની પીડાના સમયે વિના વિલંબે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવાનું કામ, મૈયતની દફનવિધિ વખતે સબવાહીનીનો ઉપયોગ એ ટંકારીઆ ગામની વસ્તી અને વધી રહેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને હાલની પાયાની જરૂરિયાત બની ગઈ છે. છેલ્લા કેટલાક મહિનામાં બનેલા અનેક આકસ્મિક બીમારીના બનાવો અને અકસ્માતો આપણા બધાની નજર સામે છે. ગામ લોકોની વિનંતીને માન આપી સખીદાતાઓના લિલ્લાહ દાનની મદદથી આધુનિક એમ્બ્યુલન્સની ખરીદી થોડા મહિના પહેલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી ત્યારથી એની કોઈ પણ જાતના વિઘ્ન વિનાની બેહતરીન સેવાઓ બધાને મળી રહી છે જેનાથી આપ સૌ વાકેફ છો. એમ્બ્યુલન્સની સેવા લેનાર બધા વર્ગના લોકો પાસેથી એક સરખું અને ખૂબ જ મામૂલી ભાડું લેવામાં આવે એવું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલેથી જ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ/ સબવાહીનીના નિભાવણી ખર્ચમાં ડ્રાઇવરનો પગાર, ઓઇલ, રેગ્યુલર સર્વિસ, મેઇન્ટેનન્સ, ઇન્સ્યુરન્સ વિગેરે મળી અંદાજિત ૧૮૦૦૦૦/ રૂપિયા વાર્ષિક થશે. એમ્બ્યુલન્સ માટે હવે પછી થનારા ખર્ચ માટે વ્યવસ્થિત આયોજન કરવું ટ્રસ્ટ માટે ખૂબ જરૂરી છે. આથી તમામ ગામ લોકોને આ પવિત્ર રમઝાન મહિનામાં અપીલ કરવામાં આવે છે કે આપણા પોતાના માટે, આપણા કુટુંબીજનો, સગા-સંબંધીઓ અને ગામના રહેવાસીઓ માટે આ અત્યંત અગત્યની પાયાની જરૂરીયાત/સુવિધાના વાર્ષિક ખર્ચ માટે આપ ફક્ત ૫૦૦ રૂપિયા લિલ્લાહ આપી સવાબે જારીયહના હકદાર બનશો. ૧૮૦૦૦૦ રૂપિયાના કુલ વાર્ષિક ખર્ચને ધ્યાનમાં રાખીને આપ ટ્રસ્ટના જિમ્મેદારોનો સંપર્ક કરી ૫૦૦ રૂપિયા લિલ્લાહ આપી રસીદ મેળવી લેશો એવી નમ્ર ગુજારીશ છે. આ આપણા ગામના બધા લોકો માટેની સેવા છે એટલે એ આપણી બધાની સહિયારી જવાબદારી બને છે એમ સમજી દરેક વર્ગના લોકો ૫૦૦ રૂપિયા જેટલી નાની રકમ આપી સવાબના હકદાર બનશો એવી ટ્રસ્ટ બધા ગામ લોકો પાસે આશા રાખે છે. અલ્લાહ તઆલા બધાની ખિદમતે ખલ્કની બેનમૂન સમજ અને એ માટે થઈ રહેલા સહિયારા અને સતત પ્રયાસોને કબૂલ કરી બેહતરીન બદલો આપે, બધાની રોજીમાં અલ્લાહ તઆલા ખૂબ-ખૂબ બરકત આપે. આમીન.
નોંધ: એમ્બ્યુલન્સ/ સબવાહીનીના ઉદ્ઘાટન પ્રસંગે કરેલ જાહેરાત મુજબ આ અગત્યના સેવાના કામની પારદર્શિતા જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ/ સબવાહીનો હિસાબ અલગથી નિભાવવામાં આવી રહ્યો છે જે વર્ષના અંતે સરકારી ઓડિટ થયા પછી જાહેર કરવામાં આવશે.
દાનની રકમ આપવા માટે મદની શીફા ખાના, શૈખુલ ઇસ્લામ ચેરીટેબલ ટ્રસ્ટ ટંકારીઆના જિમ્મેદારો
(૧) મુસ્તાકભાઈ બાબરીયા. +૯૧૭૩૫૯૭ ૮૭૯૮૦. (૨) અજીજભાઈ ભા. +૯૧૯૯૦૪૭ ૪૪૧૬૦. (૩) ઈલ્યાસભાઈ જંગારીયા. +૯૧૯૫૫૮૬ ૯૫૫૪૬. (૪) અમીનભાઈ કદા +૯૧૮૧૪૧૭૨૬૬૨૮ (૫) ઈશહાકભાઈ ડબગર +૯૧૯૮૨૪૯૯૬૨૫૬ નો સંપર્ક કરશો. જઝાકલ્લાહ.
આપણા ગામનું નામ સરકારી રેકર્ડ મુજબ ટંકારીયા (Tankariya) કે ટંકારીઆ (Tankaria)?
આ વિષયના જાણકારો, આપણા વડીલો અને જુદા જુદા સરકારી ખાતાઓમાં નોકરી કરતા ગામના લોકો પાસેથી સાચી માહિતી મેળવવાના એક માત્ર સારા ઉદ્દેશથી આ સવાલ અત્રે ચર્ચા માટે મુક્યો છે. આપનો અભિપ્રાય આપશો. અહીં નીચે લખ્યા મુજબની વિગતો મારા ધ્યાનમાં આવી છે.
(૧) ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ગામતળમાં આવેલ મકાનો/ પ્લોટ વિગેરે મિલ્કતોનો રેકર્ડ રાખતી સીટી સર્વે ઓફિસ, ગામની ખેતી/બિનખેતીની જમીનોનો રેકર્ડ/ મહેસુલનો રેકર્ડ રાખતું ગુજરાત સરકારનું મહેસુલ ખાતું, આધાર કાર્ડ કન્ટ્રોલ કરતું UIDAI, દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ (DGVCL) વિગેરે ઓફિસના રેકર્ડ મુજબ ગામનું નામ ટંકારીયા/ Tankariya છે.
(૨) પોસ્ટ ઓફિસ/ ટેલિફોન ખાતું બન્ને ખાતામાં અંગ્રેજીમાં Tankaria પરંતુ ગુજરાતી માં ટંકારીયા છે !!!? બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રેકર્ડ મુજબ Tankaria/ ટંકારીઆ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત ઓફિસના રેકર્ડ મુજબ ગામનું નામ ટંકારીઆ/ Tankaria છે. (નોંધ : ગ્રામ પંચાયતના કેટલાક વર્ષો પહેલાંના જુના રેકર્ડમાં ગામનું નામ ટંકારીયા/ Tankariya હતું. આ ફેરફાર ક્યા વર્ષથી થયો?
આ સિવાય કેટલાક અપવાદમાં કેટલાક સરકારી રેકર્ડમાં ગુજરાતીમાં ટંકારિયા લખાયેલું છે.
આ વિષયને લગતી માહિતી ગામના વડીલો, આગેવાનો પોતાની જાણકારી મુજબ આપે એવી નમ્ર વિનંતી છે. આ વિષયની ચર્ચા કોઈ પણ જાતનો વાદ વિવાદ ઉભો કરવાના ઉદ્દેશ માટે નથી પરંતુ ફક્ત એક સારા ઉદ્દેશ માટે જ છે એવી બાંહેધરી સાથે…
અઝીઝ ટંકારવી સાહેબની જળહળતી સિદ્ધિઓની ઝાંખી કરાવતો લેખ.
(વિગતવાર વાંચવા ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.)
ટંકારીઆ ગામના પનોતા પુત્ર અઝીઝ ટંકારવી સાહેબે વિવિધ ક્ષેત્રે મેળવેલી જળહળતી સિદ્ધિઓની ઝાંખી કરાવતો લેખ રવિવાર તારીખ ૨૭/૦૩/૨૦૨૨ ના ગુજરાત ટુડેની રવિવારની પૂર્તિ માં વ્યક્તિ વિશેષ કોલમમાં છપાયો છે જે અત્રે પ્રસ્તુત છે.