એમ.એ.એમ. હાઈસ્કૂલમાં ડેલિબ્રેશન પ્રોગ્રામ યોજાયો
આજ રોજ તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં બપોરે ૩:૦૦ કલાકે “Deliberation Program” રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારીઆ ‘રત્ન’ ‘અદમ’ ટંકારવી (યુ.કે.) સાહેબે અતિથિ વિશેષ તરીકે પદ સંભાળ્યું હતું. પધારેલા મહેમાનોમાં મુખ્યત્વે ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી (યુ.કે.), હાજી ઐયુબ બંગલાવાળા (કેનેડા), ફારૂક ઉઘરાદાર (પ્રેસિડેન્ટ TWS યુ.કે.), ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, ઈસ્માઈલ ખૂણાવાલા (યુ.કે.), ઇકબાલભાઈ ધોરીવાલા (યુ.કે.), ઐયુબભાઈ ભાલોડા (કેનેડા), સબ્બીરભાઈ ભીમ (યુ.એસ.એ.), ઈરફાનભાઈ ટેલર (યુ.કે.), સિરાજભાઈ કડુજી (યુ.એસ.એ.) મિશન સ્કુલની મુલાકાતે આવ્યા હતા. માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, નાસીરહુસેન લોટીયા, યુસુફ બાપા, તેમજ શાળાના ટ્રસ્ટીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તીલાવતે કુરાન શરીફ પછી પધારેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જનાબ ‘અદમ’ ટંકારવી (યુ.કે.), જનાબ ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી, જનાબ ઈસ્માઈલ ખૂણાવાલા અને જનાબ ફારૂક ઉઘરાદારને મોહસીને આઝમ મિશન ટંકારીઆ તરફથી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
ત્યારબાદ ‘અદમ’ સાહેબે તેમના ટૂંકા પણ વિદ્યાર્થીઓને પ્રફુલ્લિત કરી દે તેવા પ્રવચનમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું. બાદમાં ઈમ્તિયાઝ પટેલ ટંકારવીએ પણ બાળકોને અભ્યાસ કરી મોટા મોટા માઈલસ્ટોન સર કરવાની હાકલ કરી હતી. ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં અભ્યાસનું મહત્વ જણાવી સરસ મજાની અંગ્રેજી કવિતા સંભળાવી હતી. પધારેલા મહેમાનોમાં ઇકબાલ ધોરીવાલા અને ઇસ્માઇલ સાહેબ ખૂણાવાળાએ તથા નાસીરહુસેન લોટિયાએ ટૂંકા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
ત્યારબાદ ગામ નબીપુરના ગત વર્ષોના પ્રખ્યાત લેખક મર્હુમ ઇસ્માઇલ હાફેઝીના સુપુત્ર શબ્બીર હાફેઝી દ્વારા લિખિત ‘નસીમનામા’ પુસ્તકનું અનાવરણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહેમાનોએ શાળાના દરેક વર્ગખંડની મુલાકાત કરી અને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ જીણવટ ભરી તપાસ કરી અને શાળાની ભૌતિક સગવડો માટે વાત કરી હતી. શાળાના પ્રમુખ શ્રી ઇશાક પટેલે શાળાની પ્રવુત્તિઓનો ચિતાર મહેમાનોને આપ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનો શાળાની પ્રગતિથી ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો. અને શાળાને પ્રગતિને પંથે લઇ જવા માટે ટ્રસ્ટે નિર્ધાર કર્યો હતો.
આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
M.A.M. School Tankaria: Deliberation Program