Category: News
Anis Daula is in Canada
My son Mohmed Anis Mustakahmed Daula is in Toronto [Canada] now a days. Request to make Dua for his success.
ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી દ્વારા મૂળ ટંકારીઆ ગામના જકાતના હકદાર વિદ્યાર્થી ભાઈઓને સહાય આપવા બાબત. (નીચે જણાવેલ ફક્ત બે અભ્યાસક્રમ માટે)
ટંકારીઆ ગામમાં હાયર એજ્યુકેશન સપોર્ટ અંતર્ગત મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થી ભાઈ બહેનોને સહાય આપવાનું અનુસરણીય કામ કેટલાક ભાઈઓ દ્વારા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. જેના સુંદર પરિણામો આપણી સામે છે. અગમ્ય કારણોસર જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ કે ૧૨ પછી વધુ અભ્યાસમાં જોડાઈ શક્યા નથી એવા વિદ્યાર્થીઓ પણ ટૂંકાગાળાના અભ્યાસક્રમમાં જોડાઈ પગભર થાય એ બાબત વિચારણા હેઠળ હતી. આવા નેક ઈરાદા સાથે ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે. ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રાયોજિત Education Scholarship (One-off support) અંતર્ગત આ વર્ષે જકાત ફંડમાંથી ગુણવત્તાના ધોરણે ટૂંકાગાળાના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ/સહાય આપવાનું નક્કી થયું છે.
Education Scholarship બાબતે TWS ની આ સુંદર પહેલ આવકાર્ય હોવાથી જેમાં રોજગારીની વધુ સારી તકો રહેલી હોય એવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમ અંગે ચર્ચા કરવા ટંકારીઆમાં કેટલીક મિટિંગનું આયોજન થયું હતું. મિટિંગમાં (૧) વડોદરાની પ્રખ્યાત Bankers Hospital અને (૨) મુ. પોસ્ટ મહુવડ (પાદરા જંબુસર રોડ) ખાતે આવેલ Bankers Technical and Health Institute / Bankers Nursing Institute ની રૂબરૂ મુલાકાત લઈ તેના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કામ માટે યુનુસભાઈ અહમદ દાદાભાઈ ખાંધિયા, મજીદભાઈ અંભેરવાલા, નાસીરહુસેન અહમદ લોટીયા, જાકીર ઈસ્માઈલ ઉમટા, યુસુફ મુસા જેટ અને ઈબ્રાહીમ ઈસ્માઈલ પટેલ (પીર) મળી કુલ ૦૬ સભ્યોની ટીમે પોતાના ખર્ચે બન્ને સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ તેના મેનેજમેન્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. Bankers માં ઉપલબ્ધ અભ્યાસક્રમ પૈકી કયા અભ્યાસક્રમમાં રોજગારની વધુ સારી તકો રહેલી છે એ અંગે વધુ જાણકારી મેળવવા ભરૂચની પ્રખ્યાત ૦૨ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સમગ્ર કવાયતના અંતે ૦૧ વર્ષની મુદ્દતના નીચે જણાવ્યા મુજબના બે અભ્યાસક્રમની હાલમાં પસંદગી કરવામાં આવી છે.
(૧) ઓપરેશન થીયેટર ટેકનીશિયન અને (૨) ICU ટેકનીશિયન. આ બન્ને અભ્યાસક્રમમાં દાખલ થવા ઇચ્છતા ફક્ત ટંકારીઆ મૂળના જકાતના હકદાર હોય એવા અરજદારો પાસેથી નિયત ફોર્મમાં માહિતી મંગાવવામાં આવે છે. કોરા ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ પરત કરવા અહીં નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરવો.
(૧) મુસ્તાકભાઈ દૌલા, અશરફી ઝેરોક્ષ, દારૂલ ઉલૂમ શોપિંગ સેન્ટર, મોટા પાદર, ટંકારીઆ. મોબાઈલ નં. 9998269539
(૨) ફારૂકભાઈ ખાંધિયા, ખાંધિયા સ્ટોર, મુખ્ય બજાર, ટંકારીઆ. મોબાઈલ નં. 9824554480
કોરા ફોર્મ તારીખ ૦૧/૧૦/૨૦૨૪ થી ઉપર જણાવેલ સ્થળેથી મેળવી શકાશે. ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ ૧૯/૧૦/૨૦૨૪ નક્કી કરવામાં આવી છે. ફોર્મની બધી જ વિગતો ચોકસાઈપૂર્વક ભરવા અરજદારોને વિનંતી છે.
નોંધ: ટંકારીઆ ગામના છોકરાઓ જો આવા કોર્ષમાં જોડાશે તો તેઓને ઇન્શાઅલ્લાહ વ્યક્તિગત લાભ તો થશે જ સાથે સાથે ટંકારીઆ ગામના લોકોને પણ ભવિષ્યમાં એમની સેવાઓનો લાભ મળશે એવી આશા છે.
ટૂંકાગાળાના અભ્યાસક્રમમાં દાખલ થવા માટેનું ફોર્મ. (pdf)
Aqeeqah Ceremony…
Family & friends attended the Aqeeqah ceremony of Yahya, son of Salman Bhuta in Leicester, UK. Here are some pics of the event…