1 15 16 17 18 19 916

હોસ્ટન – ટેક્સાસ – અમેરિકામાં ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા ગઝલ સંધ્યા અને મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રખ્યાત ગઝલકાર અદમ ટંકારવી ઉપસ્થિ રહ્યા હતા. ઉપસ્થિત શ્રોતાગણે અદમ ટંકારવીની ગઝલની મોજ માણી હતી.

Last week Gujarati mushaira was organized by Gujarati sahitya sarita in Houston Texas USA
Adam Tankarvi was the only chief guest. 

 

 

ભરૂચ જિલ્લાના ટંકારીઆ તથા આજુબાજુના ગામોમાં આજરોજ ઈદ એ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટંકારીઆ ગામમાં રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી જ ઠેર ઠેર રંગબેરંગી લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથીજ મુસ્લિમ બિરાદરો ગામની વિવિધ મસ્જિદોમાં એકઠા થઇ નાતે રસુલ તથા સલાતો સલામ પઢ્યા હતા અને ફજરની નમાજ બાદ પાટણવાળા બાવાના ઘરેથી વિશાલ જુલુસ કાઢવામાં આવ્યું હતું જે જામા મસ્જિદ પાસે સંપન્ન થયું હતું. “સરકારકી આમદ મરહબા” જેવા ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ જામા મસ્જિદમાં પેગંબર સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી.
ત્યાર બાદ ટંકારીઆ ગામની ૧૦૮ તરીકે ઓળખાતા નવયુવાનો દ્વારા સમગ્ર ગામ માટે સામુહિક ન્યાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ઠેર ઠેર ઈદ એ મિલાદનો ઉત્સાહ નજરે પડ્યો હતો.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી ૧૨માં ચાંદ સુધી ટંકારીઆની જામા મસ્જિદ ઉપરાંત મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં ઈશાની નમાજ બાદ સીરતે મુસ્તુફા પર બયાનોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામા મસ્જિદના ખતીબ મૌલાના અબ્દુલરઝાક તથા મુફ્તી નૂર સઈદે બયાનો કર્યા હતા. અને અંતિમ દિવસે સમગ્ર માનવજાત માટે ભલાઈની દુઆઓ કરવામાં આવી હતી. મુફ્તી સાહેબે તેમના અંતિમ દિવસના બયાનમાં તમામ હાજરજનોને દિવસમાં પાંચ ટાઈમની નમાજ પઢવાનો અનુરોધ કર્યો હતો. તેમણે આપણા પ્યારા નબીની સુન્નતો પણ આપણા જીવનમાં ઉતારવાની શિખામણ આપી હતી. મૌલાના અબ્દુલરઝાક સાહેબે પણ હાજરજનોને પંજવકતા નમાજ પાબંદી સાથે પઢવાનો અનુરોધ કર્યો હતો.

 

ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે કુલ ૪૪ કુશળ કારીગર ભાઈ બહેનોને મશીનો અને ઓજારોનું વિતરણ ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી અને  અન્ય સખી દાતાઓના વ્યક્તિગત સહયોગથી કરવામાં આવ્યું.

વિતરણના પ્રથમ તબક્કામાં તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી સંસ્થાની રોજગાર વિકાસ યોજના હેઠળ ગુણવત્તાના ધોરણે ટેલરીંગ વ્યવસાય સાથે જોડાયેલા ૧૪ કારીગરોને સિલાઈ મશીનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૦૫ વાયરમેન/ઈલેક્ટ્રીશિયનો અને ૦૩ પ્લમ્બરો મળી કુલ ૦૮ કારીગરોને વોટરપ્રૂફ ડ્રિલિંગ મશીન, વોટરપ્રૂફ એંગલ ગ્રાઇન્ડર/કટીંગ મશીન, બ્રેકર મશીન/ ડીમોલેશન હેમર જેવા મોટા મશીનો ઉપરાંત કારીગરોની જરૂરિયાત મુજબના નાના મશીનો અને ટુલ્સ આપવામાં આવ્યા હતા.

વિતરણના બીજા તબક્કામાં તા.૧૫/૦૯/૨૦૨૪ ના રોજ એક દાનવીરની વ્યક્તિગત સહાયથી ટેલરીંગ કામના ૧૪ કારીગરોને ૧૪ સિલાઈ મશીનો, ૦૨ કારીગરોને ૦૨ ઓવરલોક મશીનો, ૦૨ પ્લમ્બરોને ડ્રિલિંગ મશીન, વોટરપ્રૂફ એંગલ ગ્રાઇન્ડર/કટીંગ મશીન, બ્રેકર મશીન/ડીમોલેશન હેમર ઉપરાંત તેમને જરૂરી હોય એવા એમની માંગણી મુજબ ટુલ્સ આપવામાં આવ્યા હતા. ટંકારીઆ ગામના બીજા બે ભાઈઓ તરફથી ટેલરીંગ કામના કારીગરોને ૦૨ સિલાઈ મશીનો આપવામાં આવ્યા હતા. PAN GUJARAT  SPORTSWEAR PVT. LTD. ના MD સરફરાજ પટેલ તરફથી પણ ૦૨ સિલાઈ મશીનો કારીગરોને આપવામાં  આવ્યા હતા.

આમ  ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટી સંસ્થા અને અન્ય સખીદાતાઓની વ્યક્તિગત સહાયથી કુલ ૪૪ કારીગરોને મશીનો અને ઓજારો આપવામાં આવ્યા હતા. રોજગાર વિકાસ પ્રોજેક્ટ માટે યુનુસભાઈ અહમદ દાદાભાઈ ખાંધિયા, નાસીરહુસેન અહમદ લોટીયા, જાકીર ઈસ્માઈલ ઉમટા, યુસુફ મુસા જેટ, ઈબ્રાહીમ ઈસ્માઈલ પટેલ (પીર) દ્વારા પ્રોજેક્ટ સહાયક તરીકે જવાબદારી નિભાવવામાં આવી હતી. આ તબક્કે ટંકારીઆના ગ્રામજનો વતી ઘી ટંકારીઆ વેલ્ફેર સોસાયટીના પ્રમુખશ્રી, તમામ હોદ્દેદારો, સભ્યો, શુભેચ્છકો, અને અન્ય સખીદાતાઓ જેમણે વ્યક્તિગત રીતે સહાય કરી જે નમૂનારૂપ કામગીરી કરી છે એ સર્વેનો આભાર વ્યક્ત કરી દુઆ કરવામાં આવી હતી.

Machines and tools were distributed to a total of 44 skilled artisan brothers and sisters at Tankaria village of Bharuch district with the personal support of  The Tankaria Welfare Society and other kind donors.

In the first phase date 04/09/2024 distribution of sewing machines were provided to 14 artisans engaged in tailoring business on quality basis under the Employment Development Scheme of The Tankaria Welfare Society. Apart from this, 05 wire men/electricians and 03 plumbers were provided, a total of 08 artisans were provided with big machines like waterproof drilling machine, waterproof angle grinder/cutting machine, breaker machine/demolition hammer and small machines and tools as per the requirement of the artisans.

In the second phase date 15/09/2024 distribution of 14 sewing machines to 14 tailoring artisans, 02 overlock machines to 02 artisans, 02 plumbers to 02 plumbers with the personal assistance of a donor.

Besides Drilling Machine, Waterproof Angle Grinder/Cutting Machine, Breaker Machine/Demolition Hammer, tools were provided as per their requirement. 02 sewing machines were given to the artisans of tailoring work from two other brothers of Tankaria village. PAN GUJARAT SPORTSWEAR PVT. LTD. 02 sewing machines were also given to the artisans from MD Sarfaraj Patel.

Thus a total of 44 artisans were given machines and tools with the personal assistance of The Tankaria Welfare Society Organisation and other donors. For the employment development project Yunusbhai Ahmad Dadabhai Khandhia, Nasirhusen Ahmad Lotia, Zakir Ismail Umta, Yusuf Musa Jet, Ibrahim Ismail Patel (PIR) were responsible as project assistants. At this stage, on behalf of the villagers of Tankaria, The Tankaria Welfare Society President, all office bearers, members, well-wishers, and other well-wishers who have personally helped in this exemplary manner.

1 15 16 17 18 19 916