Tankarvi Booklet. Anual Report 2023- 2024 (Resized to Only 5 MB)

ટંકારવી બુકલેટ (પુસ્તિકા) – The Tankaria Welfare Society UKના  વર્ષ ૨૦૨૩-૨૦૨૪ના વાર્ષિક રીપોર્ટની .pdf ફાઈલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.










               

The Tankaria Welfare Society UK આ સંસ્થા અંગે વધુ માહિતી મેળવવા આ લિંક પર ક્લિક કરો.

ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાના ટંકારીઆના કેન્દ્ર નં. ૪૧૯ ખાતે પરીક્ષાના આરંભે વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને ગામના આગેવાનો દ્વારા ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષાની શરૂઆત તારીખ ૨૭/૦૨/૨૦૨૫ ને ગુરુવારના રોજ થઈ છે. ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના પરીક્ષા કેન્દ્ર ખાતે શાળાના માનદ મંત્રી અબ્દુલભાઈ ભુતાવાલા, શાળાના આચાર્ય ગુલામ પટેલ, અબ્દુલભાઈ કામથી, અબ્દુલભાઈ ટેલર, જાકીરભાઈ ઉમતા, એમ.એ. એમ. શાળાના ઇશાકભાઈ મનકી, યુસુફભાઈ જેટ, મુસ્તાકભાઇ બાબરીયા, અઝીઝભાઇ ભા, ઈરફાનભાઈ મેલા, આરીફભાઈ બાપુજી, અન્ય આગેવાનો  સહિત ધી ટંકારીઆ હાઇસ્કૂલ ટંકારીઆના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.
Please Click on the Video link. આ લિંક પર ક્લિક કરો. 

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે રાત્રીના આશરે ૩ વાગ્યાના સુમારે ૪ જેટલા ચોરોએ બજારમાં લલિત સોનીની દુકાનમાં તથા તેની અરસ-પરસ આવેલી બ્યુટી પાર્લરની દુકાનમાં શટર તોડી ચોરીને અંજામ આપતાં ગામમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોનીની દુકાનમાંથી ચાંદીની ચોરી થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. દુકાનદારોએ પાલેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે જણાવી આપીએ છીએ કે આ દુકાનો પાસેના સી.સી.ટીવી ફૂટેજો મળ્યા છે અને તેમાં ૪ તસ્કરો બુકાની બાંધીને શરીર પર ચાદરો લપેટી જતા નજરે પડ્યા છે.