1 20 21 22 23 24 916

બાઈટ : વિદ્યાર્થીઓને  વતન પ્રત્યે વફાદાર રહેવાની અને ઉત્તમ દેશપ્રેમી બનવાની શિખામણ આપતા અઝીઝ ટંકારવી…….

આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૨૪ ને ગુરૂવારના રોજ એમ..એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ..એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે :૩૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના અઝીઝ ટંકારવી (ગુજરાત ટુડેના પ્રકાશક અને કવિ) સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં અબ્દુલભાઈ ટેલર (તાલુકા પંચાયતના સભ્ય), સરપંચ ઝાકીરભાઈ ઉમતા, ઘનશ્યામભાઈ (તલાટી), ઉસ્માનભાઈ લાલન, મુસ્તાકભાઇ રખડા, ઉસ્માનભાઈ ઇપલી, યાકુબભાઈ બોડાં તેમજ શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં અઝીઝ ટંકારવીએ પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી  શ્રધ્ધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો અને મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગેરંગાઈને ઉજવણી કરી. વધુમાં મહાનુભાવોએ  જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા

સમગ્ર દેશ આજે સ્વાતંત્ર દિવસની ઉજવણી દબદબાભેર કરી રહ્યો છે. આજે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીનો પર્વ. જે અંતર્ગત આજે ટંકારીઆ કસ્બામાં આઝાદી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગ્રામ પંચાયત ટંકારીયાના ચોગાનમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામની વિવિધ શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ટંકારીઆ કન્યાશાળા [મુખ્ય] અને ટંકારીઆ કુમારશાળા [બ્રાન્ચ] ની નવનિર્મિત અદ્યતન શાળામાં ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના રંગે રંગાઈને ગગનભેદી દેશભક્તિના નારા લગાવી વાતાવરણ એકદમ ગુંજી ઉઠ્યું હતું. કન્યાશાળાના આચાર્ય ખીલજી સાહેબે પોતાની આગવી છટામાં દેશકાજે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિનાં પુષ્પો અર્પિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં અબ્દુલ્લાહ ટેલર ઉપરાંત તલાટી ઘનશ્યામભાઈ તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, સલીમ ઉમતા, માજી શિક્ષક દરબાર સાહેબ તથા શાળાના આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ આપી કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.

1 20 21 22 23 24 916