Category: News
ટંકારીઆ ગામના કુશળ કારીગરોએ તેમના વ્યવસાય માટે જરૂરી હોય એવા સાધનોની સહાય મેળવવા અંગે…
ધી ટંકારીઆ વેલ્ફર સોસાયટી યુ.કે. દ્વારા ફ્કત ટંકારીઆ ગામના ઝકાતના હકદાર હોય એવા કુશળ કારીગરોને તેમના વ્યવસાય માટે જરૂરી હોય એવા સાધનોની સહાય આપવાની યોજના છે. હાલમાં આ યોજનામાં (૧) વાયરમેન (૨) ઇલેક્ટ્રિશિયન (૩) પ્લમ્બર અને (૪) ટેલરીંગ એમ ચાર વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જરૂરી સાધનોની સહાય મેળવવા ઇચ્છતા ઝકાતના હકદાર હોય એવા મૂળ ટંકારીઆ ગામના કારીગરો કોરા ફોર્મ મેળવવા અને ભરેલા ફોર્મ પરત કરવા નીચે આપેલ વ્યક્તિઓનો સંપર્ક કરે.
(૧) મુસ્તાક સુલેમાન દોલા. અશરફી ઝેરોક્ષ સેન્ટર, દારૂલ ઉલૂમ શોપીંગ સેન્ટર, મોટા પાદર.
(૨) ફારૂક ખાંધિયા. ખાંધિયા સ્ટોર, ટંકારીઆ બજારમાં.
ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તારીખ:૧૫/૦૮/૨૦૨૪
Wedding Ceremony in Blackburn, UK
Wedding function of SON OF FARUKBHAI GHANTIWALA [AKA…. ZAFRU] held at Blackburn, UK. My Tankaria Team, on behalf of all visitors, congratulates Zafru, newly wed and both families.
ઉર્સની ઉજવણી કરાઈ
આજે અસરની નમાજ બાદ ઉર્સએ મખદૂમ અશરફ – શાહ વઝીહુદ્દીન અલ્વી ગુજરાતી તથા મીરા અલી દાતાર હુસૈન [રહમતુલ્લાહ અલય્હે] ના ઉર્સની ઉજવણી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જીદે મુસ્તુફાઈય્યાના પટાંગણમાં કરવામાં આવી હતી. યાસીન શરીફના પઠન બાદ દુઆઓ ગુજારવામાં આવી હતી. ત્યારબાદ ખીચડા ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Walima in Tankaria
Walima function of “SALMAN” S/O YUSUF UMARJI LAHERI held at Tankaria today.