1 26 27 28 29 30 917

Rizwan Saeed Ghodiwala from our village has completed the degree in Aeronautical Engineering from South Wales University [UK] with a first class. This youth from our village is the first Aeronautical engineer of the village. Many many congratulations to Rizwan, his parents Saeedbhai Ghodiwala and his whole family. The whole Tankaria and community is very proud of your achievement!!!

આજે ૧૦ મહોર્રમ યાને યૌમે આશુરા – આપણા પ્યારા નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન રદિઅલ્લાહો અન્હો અને તેમના ૭૨ સાથીઓએ સત્યના કાજે પોતાના પ્રાણ બલિદાનમાં આપી શહાદત વહોરી તેમની યાદમાં યૌમે આશુરાની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારિયામાં જામે મસ્જિદ તથા પાદર વાળી મસ્જિદ સહીત વિવિધ મસ્જિદોમાં આજે સવારે વિશિષ્ટ નફિલ નમાજોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી શોહદાએ કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અને ત્યારબાદ સમગ્ર માનવજાતિ માટે દુઆઓ કરવામાં આવી હતી. બાદમાં ઠેર ઠેર શરબતની સબીલો દ્વારા લોકોને શરબત પીવડાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહર્રમના પ્રથમ ચાંદથી ૧૦માં ચાંદ સુધી શોહદાએ કરબલાની શાનમાં બયાનો પણ યોજવામાં આવ્યા હતા.

તા.13/07/2024ને શનિવારના સવારે 8:30 કલાકે મુખ્ય કુમારશાળા ટંકારીઆમાં બાળસંસદ ચૂંટણીનું આયોજન શાળાના આચાર્યશ્રી,શિક્ષકો અને બાળકો ધ્વારા કરવામાં આવ્યું.લોકશાહી કાર્ય પ્રણાલી અંતર્ગત બાળકોએ ચૂંટણીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.
આ બાળસંસદ ચૂંટણીની વિશેષતા એ હતી કે આમાં મતકુટિર,પ્રીસાઇડિંગ ઓફિસર,પોલિંગ ઓફિસર,પોલીસ સ્ટાફ,એજન્ટો તેમજ ચૂંટણીને લગતી કામગીરી બાળકો ધ્વારા જ કરવામાં આવી હતી.
અગાઉ થી જ ઉમેદવારો ધ્વારા પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. મોબાઈલ એપ્લિકેશનમાં EVM વોટિંગ મશીનથી બાળકોએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહી મતદાન કર્યુ. કુલ 189 બાળકોએ મતદાન કર્યુ. આ ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારોએ પોતાનું ભાવિ અજમાવ્યુ હતુ.
અંતે મતગણતરી થતા પ્રથમ વિજેતા ઉમેદવાર તરીકે સૈફ વૈરાગી ધોરણ-8 જાહેર થયા હતા. બીજા ક્રમે અફજલ બોખા ધો.-7,ત્રીજા ક્રમે રઇસ ભૂતા ધો-7 વિજેતા જાહેર થયા હતા.
આ તમામ ચૂંટણી કાર્યક્રમ દરમિયાન માજી સરપંચશ્રી જાકીરભાઈ ઉમટાએ સવિશેષ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.એમણે પોતાના વક્તવ્યમાં બાળકોને લોકશાહી અંગેની સમજ તેમજ વિજેતા ઉમેદવારોને શાળા પ્રત્યે પોતાની જવાબદારી અંગેની માહિતી આપી હતી.

અસહ્ય ગરમી, બફારો, ભેજયુક્ત વાતાવરણ ને લઈને ત્રસ્ત થઇ ગયેલા લોકોએ ચાતક નજરે વરસાદ તરફ મીટ માંડી હતી. સતત ત્રણ દિવસથી ગોરંભાયેલા વાદળો આખરે આજે વરસી પડતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. આશરે સાંજે ૪ વાગ્યાના સુમારે લગભગ એક કલાક વરસાદ પડ્યો હતો. તો આ વરસતા વરસાદમાં બાળકોને નહાવાની તો જાણે મજા પડી ગઈ…. એ બુશકોટ  કાઢી વરસતા વરસાદમાં પલળવા મુખ્ય રસ્તા પર દોડાદોડી કરી રહ્યા હતા.

The people who were affected by the unbearable heat, terrible hot weather, and humid environment, people’s eye turned towards the rain with Rahmat. After three consecutive days cloudy weather, the people finally felt relief from the heat. It rained for about an hour around 4 pm. So it was fun to bathe the children in this pouring rain…. They took off their bushcoats and were running on the main road to get soaked in the pouring rain.

1 26 27 28 29 30 917