[NEET 2025 Crash Course માટે પ્રિ-ટેસ્ટ અને NEET માટેના વર્ગોની શરૂઆત માર્ચ ૨૦૨૫ના બીજા અઠવાડિયામાં થાય એવું આયોજન છે. રમઝાન માસ દરમિયાન વિદ્યાર્થીઓને રાહત રહે એવા અનુકુળ સમયે NEETના વર્ગોનું આયોજન થાય એવા પ્રયત્નો મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે. NEET Crash Course માં પ્રવેશ માટેનું ફોર્મ ભરવા અંગે તથા અન્ય જરૂરી માહિતી શાળાના કાર્યાલય દ્વારા પૂરી પાડવામાં આવશે.]

ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆમાં મેડિકલ ક્ષેત્રે (i.e. MBBS course of the Indian System of Medicine in all Medical Institutions) કારકિર્દી બનાવવા ઇચ્છુક ટંકારીઆ હાઈસ્કૂલના અને આજુબાજુની વિજ્ઞાન પ્રવાહની શાળાઓના વિદ્યાર્થીઓ માટે જરૂરી NEET [National Eligibility-cum-Entrance Test] 2025 Crash Courseનું આયોજન થઇ રહ્યું છે. NEET  ના વર્ગો PMET [Progressive Muslim Education Trust] રાંદેર (સુરત) દ્વારા સ્પોન્સર કરવામાં આવશે. આ માટે સંલગ્ન ટીમ સાથે ટંકારીઆ હાઈસ્કૂલમાં મિટિંગનું આયોજન PMETના આદ્યસ્થાપક અને સક્રિય ટ્રસ્ટી મુહમ્મદભાઈ ભાયજીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામ પટેલ, શાળાના સુપરવાઈઝર સિદ્દીક દેગ, Neuron Career Institute – Suratના ફાઉન્ડર અફઝલ રહેમાન પડાયા, સુરતના વિજ્ઞાન શાખાના તજજ્ઞ યોગેશભાઈ, વડોદરાના વિજ્ઞાન શાખાના તજજ્ઞ જીગ્નેશભાઈ ગોસાઈ, ટંકારીઆ હાઈસ્કૂલના વિજ્ઞાન શાખાના શિક્ષકો સોયેબ વહોરા, નરગીસ તલાટી, ફૈઝાન મન્સૂરી, સુફિયાન પટેલ ઉપરાંત વલણ હાઈસ્કૂલના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક નાઝીમભાઈ, સાંસરોદ હાઈસ્કૂલના સેક્રેટરી દાઉદભાઈ, સાંસરોદ હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય શબ્બીરભાઈ કડીવાલા, દયાદરા હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય ઇલ્યાસભાઈ પટેલ, હાલ સુરતમાં રહેતા ડૉ. શેખ એહમદ, ટંકારીઆના યુનુસભાઇ ખાંધિયા, નાસીરહુસેન લોટીયા, ઝાકીર ઉમતા હાજર રહ્યા હતા.

NEET માટેના Crash Courseનું આયોજન સર્વસંમતિથી નીચે મુજબ કરવામાં આવ્યું છે.
૧. સૌ પ્રથમ દરેક શાળામાંથી Crash Courseમાં જોડાવા ઇચ્છુક વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવશે.
૨. આ વિદ્યાર્થીઓની ૬૦ ગુણની પ્રિ-ટેસ્ટ લેવામાં આવશે.
૩. પ્રિ-ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે Crash Course માં પ્રવેશ આપવામાં આવશે.
૪. Crash Course માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓ માટે દરરોજ ૪-૫ કલાકનું અધ્યાપન કાર્ય, ૧-૫ કલાકનું સ્વ-અધ્યાપન કાર્ય રહેશે.
૫. વિદ્યાર્થીઓ માટે દર ત્રણ દિવસે NEETની પેપર સ્ટાઇલ મુજબનું ૭૨૦ ગુણનું પેપર લેવામાં આવશે.
૬. આ Crash Course ૫૧ દિવસનો રહેશે.

આ મિટિંગમાં હાજરજનોએ પોતાના તરફથી શક્ય એવો તમામ સાથ-સહકાર આપવાની બાહેંધરી આપી ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલ્લાહ ભુતાએ આ શુભ કાર્ય માટે પ્રિમાઇસિસનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપી એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આજની મિટિંગમાં મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે જરૂરી NEETની પરીક્ષાની તૈયારી માટેના વર્ગોમાં જોડાઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. 

https://neet.nta.nic.in/ (NEET Website for information).

ટંકારીઆ ગામમાં આવેલ લોન આચ્છાદિત ક્રિકેટ મેદાન પર આજરોજ ગરીબ અને બેસહારા અપરણિત છોકરા-છોકરીઓ ની શાદી માટે એક ચેરિટી મેચનું આયોજન બારીવાલા ગ્રાઉન્ડના માલિક સઈદભાઈ બારીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેચમાં જે પણ ચેરિટી માટે રકમ આવે તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ગરીબ અને બેસહારા અપરણિત છોકરા-છોકરીઓ ની શાદી માટે જ કરવામાં આવશે. હવે પછી આયાજકો અને વડીલોના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નનું આયોજન બારીવાલા ગ્રાઉન્ડ પર કરવામાં આવશે, જેની વિસ્તૃત માહિતી કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર થયા બાદ આ માધ્યમ થકી જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમની સફળતાપૂર્વકની કામગીરી આરીફ બાપુજી, હારુન ઘોડીવાળા અને માજી સરપંચ ઝાકીર ઉમતાએ કરી હતી. 

Progressive Muslim Education Trust (PMET) Rander, a highly respected educational institute in India, is offering a golden opportunity for aspiring students to pursue their dream to become Chartered Accountants (CA). PMET is well known for its highly successful CA program and has seen many of its foundation program students become CA, in addition to thousands of successful professionals across various spectrum of careers over the decades.
Find here the detailed information regarding the program.