1 3 4 5 6 7 915

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે શુક્રવાર તા. ૨૯/૧૧/૨૦૨૪ ના રોજ ટંકારીઆ હાઈસ્કૂલના હોલમાં PMET SURAT [PROGRESSIVE MUSLIM EDUCATION TRUST] અને ટંકારીઆ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં સી.એ.ના અભ્યાસક્રમ માટે જાગૃતિ કેળવાય તે હેતુસર એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત કુરાને શરીફના પઠનથી કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો પૈકી PMET SURAT ના સી.એ. ના વિદ્યાર્થી વસીમ વહોરાએ PMET SURAT અંગે વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ PMET SURAT માંથી સફળતાના શિખરો સર કરનાર, જે સંસ્થામાંથી અભ્યાસ કરી સફળતા મેળવી તે જ સંસ્થામાં હવે ટ્રસ્ટી તરીકેની સેવા આપનાર સી.એ. આકીબભાઇએ એમની સંઘર્ષની ગાથા અને સફળતા અંગે વાત કરી સી.એ. ના કોર્ષ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કોર્ષમાં જોડાય તેવું આહવાન કર્યું હતું. ત્યારબાદ સી.એ. સલમાનભાઈએ સી.એ.માં કઈ રીતે સફળતા મળે અને સી.એ. થયા બાદ સફળ કારકિર્દીના વિકલ્પો અંગે સમજ આપી હતી.  સી. એ. તરીકે ખુબ સારા પગાર સાથેની નોકરીની અને ઉજળા ભવિષ્યની શક્યતાઓ વિષે તેમણે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ટંકારીઆ હાઈસ્કૂલના અને PMET SURAT ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમેરિકા સ્થિત શકીલ ભાએ ટંકારીઆ હાઈસ્કૂલમાં અભ્યાસ દરમ્યાનની તેમની યાદો તાજી કરી હતી. તેમણે બદલાતા યુગમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનું ભારત અને વિદેશમાં ઘણું મહત્વ છે તે વિષે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. ત્યારબાદ PMET SURATના આદ્યસ્થાપકોમાંના એક અને ટ્રસ્ટી એવા ટંકારીઆ મૂળના મહંમદભાઇ ભાયજીએ તેમના અને તેમના માતા-પિતાના ટંકારીઆ સાથેના સંબંધોને વાગોળ્યા હતા. તેઓ જિદ્દાહમાં રહેતા હતા ત્યારે અને હંમેશાં પોતાની ઓળખ સુરતીના બદલે ટંકારવી તરીકે આપતા હતા એવું એમણે જણાવ્યું હતું. ત્યારબાદ વિવિધ યોજનાઓ હેઠળ PMET SURAT દ્વારા ચાલતા અભ્યાસક્રમોની સચોટ આંકડાકીય માહિતી આપી PMET SURATની સફળતા નો ગ્રાફ કેટલો ઊંચો છે તેની વિસ્તૃત જાણકારી આપી રહ્યા હતા જેને હાજારજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લઇ પ્રતિભાવ આપ્યો હતો.

ભરૂચ જિલ્લાકક્ષાના એસ.સી.એસ. લેવલે વિજ્ઞાનમેળામાં પી.પી.સવાણી યુનિવર્સીટી દ્વારા “બેસ્ટ મોડેલ ઈન સાયન્સફેર” એવોર્ડ ટંકારીઆ હાઇસ્કૂલને એનાયત કરવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં આ ટ્રોફી મહંમદભાઇ ભાઈજી અને અબ્દુલ્લાહ ભુતાવાલા દ્વારા સાયન્સ ફેરમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ ૧. પટેલ આબેદા ફારૂક મહમ્મદ અને ૨. માલજી ફાતિમા મહમ્મદને એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનમેળામાં રજૂ થયેલ કૃતિ શાળાના શિક્ષક જાવીદભાઈ લાંગ્યાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી.

વિદ્યાર્થિઓ સાથેના હોલમાં યોજાયેલા જાહેર કાર્યક્રમ પહેલા PMET SURAT ના ટ્રસ્ટી મહંમદભાઇ ભાયજી તથા એમની ટીમ તરફથી ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલભાઇ ભૂતાવાલા તથા શાળાના આચાર્ય ગુલામભાઇ પટેલ તથા ટંકારીઆ ગામના આગેવાનો સમક્ષ સી.એ. પ્રિફાઉન્ડેશનના કોચિંગ ક્લાસ શરુ કરવા માટેનો કોમર્સ શાખા માટે સીમાચિહ્નરૂપ ગણી શકાય એવો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો ટંકારીઆ હાઈસ્કૂલના ચેરમેન અબ્દુલ્લાભાઈ ભુતાવાલાએ સહર્ષ સ્વીકાર કરી હાઈસ્કૂલ મેનેજમેન્ટ તથા સ્ટાફ તરફથી પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી, જે ખરેખર સરાહનીય છે. PMET સુરતના ટ્રસ્ટી મહમ્મદભાઈએ સી.એ. પ્રિફાઉન્ડેશનના કોચિંગ ક્લાસ માટે જે ફાઇનાન્સિયલ ખર્ચ થશે તે તથા તેને લગતી ફેકલ્ટીનો તમામ ખર્ચ PMET સુરત દ્વારા પુરી પાડવાની બાહેંધરી આપી હતી.

આ સમારંભમાં PMET SURATના ટ્રસ્ટી મહંમદભાઇ ભાયજી, સી.એ.ફાઇનલ વર્ષના વિદ્યાર્થી વસીમ વહોરા, સી.એ. આકીબ, સી.એ. સલમાન, ટંકારીઆ હાઇસ્કૂલના આચાર્ય ગુલામભાઇ પટેલ, ચેરમેન અબ્દુલ્લાભાઈ ભુતાવાલા, ટંકારીઆ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, અમેરિકાથી પધારેલા શકીલ ભા, યુ.કે.થી પધારેલા હબીબ ભુતા, જેમની કૃતિઓ દેશ વિદેશના એક્ઝિબિશનમાં સ્થાન પામે છે એવા યુ. કે. થી પધારેલા જાણીતા આર્ટિસ્ટ અબ્દુલભાઇ મક્કન કરમાડવાળા, યુનુસભાઇ ખાંધિયા, માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા, સામાજિક કાર્યકર નાસીરહુસૈન લોટીયા, મુસ્તાક દૌલા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય ગુલામસાહેબે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. આભારવિધિ શાળાના શિક્ષક મુસ્તાકભાઈ ઘાંચીએ કર્યું હતું. અંતમાં શિક્ષક ઇલ્યાસસાહેબે દુઆઓ કરી કાર્યક્રમનું સમાપન થયું હતું.

Click here for link to watch the YouTube video uploaded to The Tankaria High School YouTube Channel 

કાર્યક્રમનો વીડિયો જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

 

 

માય ટંકારીઆ વેબસાઈટના એડ્મીનીસ્ટ્રેટરો પૈકી શકીલ ભા, યુ.એસ.એ.થી માદરે વતન મુલાકાતે પધાર્યા છે. જે અંતર્ગત ગતરોજ શુક્રવારની આહલાદ્ક ઠંડીભર્યા ખુશનુમા વાતાવરણમાં ટંકારીઆ વેબસાઈટના અન્ય એડ્મીનીસ્ટ્રેટરો નાસીરહુસેન લોટીયા, મુસ્તાક દૌલા તથા ગામના માજી સરપંચ ઝાકીર ઉમતા દ્વારા “ગેટ ટુ ગેધર” પ્રોગ્રામ હેઠળ શકીલ ભા ના માનમાં સાત્વિક ભોજન રાખવામાં આવ્યું હતું.

Shakeel Bha, one of the administrators of the My Tankaria website, has visited Mother’s homeland from the USA. Under which Dinner program was held in honor of Shakeel Bha under “Get to together” program by other administrators of Tankaria website 1. Nasirhusen Lotia 2. Mustaq Daula and former Sarpanch of the village Tankaria Zakir Umta  last Friday in a pleasant cool and happy atmosphere.

શિયાળો……. ખશનુમા સવારની ઠંડી રાત……….. આ આહલાદ્ક ઠંડકે પગપેસારો કરી દીધો છે. ટૂંકો દહાડો અને લાંબી રાત ધરાવતી શિયાળાની ઋતુ માં અને લગભગ નવેમ્બર માસના અંત સુધીમાં તો લીલાછમ શાકભાજી ના ભાવો સસ્તા થઇ જતા હોય છે… પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવો ઘટવાનું નામ લેતા નથી બલ્કે વધ્યા છે. જેના લીધે સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાયું છે. આ ભાવો વધવાનું મુખ્ય કારણ અમારા તારણ મુજબ ગત ઓગસ્ટ મહિનામાં પડેલા અતિશય વરસાદ અને ત્યારબાદ પણ અતિવૃષ્ટિના કારણે શાકભાજીના બિયારણો પાણીમાં નષ્ટ થયાનું હોઈ શકે. જેના પગલે શાકભાજીની પેદાશ ઓછી થવાના કારણે શાકભાજીના ભાવો વધ્યા હોય એમ જણાય છે. હવે જોવાનું રહ્યું કે, આગામી ડિસેમ્બર માસમાં શાકભાજી ના ભાવોની શું પરિસ્થિતિ રહેશે.

આ ઋતુમાં લોકો લીલા શાકભાજી, લીલું તથા સૂકું લસણ, લીલી હળદર, લીલા મરચાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. જેથી શિયાળામાં ઠંડી સામે રક્ષણ માટે શરીરમાં ઇમ્યુનીટી વધે અને શરીરને પોષણ મળી રહે. પરંતુ હાલમાં શાકભાજી ના ભાવો આસમાને ચઢ્યા હોવાથી પોતાના શરીર માટે લોકો શું શાકભાજી નો ઉપયોગ કરે તે વિસામણમાં મુકાઈ ગયા છે.

1 3 4 5 6 7 915