1 6 7 8 9 10 925

સૈયદ અરબી અશરફ અશર્ફીયુલ જિલાની તથા તેમના ફરજંદ સૈયદ હશન અશ્કરી અશરફ અશર્ફીયુલ જિલાની ટંકારીઆ ગામની બે દિવસની મુલાકાતે પધાર્યા હતા. આ દરમ્યાન એમણે એમ.એ.એમ. સ્કૂલમાં ભણતા વિધીર્થીઓ જે કે.જી. થી લઇ ધોરણ : ૧૦ સુધી જે તાલીમ લઇ રહ્યા છે તે બાળકોના અભ્યાસની મુલાકાત લીધી હતી.
આજ રોજ તારીખ : ૨૬/૧૨/૨૦૨૪ ને ગુરૂવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલમાં સૈયદ અરબી અશરફ અશર્ફીયુલ જિલાની તેમજ સૈયદ હશન અશ્કરી અશરફ અશર્ફીયુલ જિલાનીએ શાળાની મુલાકાત લીધી. જેમાં શાળાના કે.જી. વિભાગ માટે તૈયાર કરેલ ગેમરૂમની મુલાકાત લીધી તથા નવા બનાવેલ વર્ગોની પણ મુલાકાત લીધી હતી ત્યાર બાદ કાર્યક્રમની શરૂઆત મૌ. અબ્દુરરઝ્ઝાક અશરફી ધ્વારા તિલાવતે કુરાને પાકથી કરવા આવી. શાળાના બાળકો ધ્વારા નાઅત શરીફ, બયાન અને સવાલ જવાબનો પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હઝરતના મુબારક હાથે ફાતેહા ખ્વાની કરી ટીફીન ભરવામાં આવ્યું જે ટીફીન સેવા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ ધ્વારા કરવામાં આવે છે. હઝરત ફાઝીલે બગદાદ ધ્વારા બાળકોને પ્રોત્સાહિત કરતા પ્રવચનો આપ્યા. આવેલા મહેમાનો તથા શાળા પરિવારને ન્યાઝ ખવડાવામાં આવી. જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો રૂસ્તમભાઈ દેગ, ઐયુબભાઈ ભાલોડા, ઝાકીરભાઈ ગોદર, સાજીદભાઈ ડેલાવાલા, ઈસ્માઈલભાઈ ડેલાવાલા, હબીબભાઈ ભુતા, અબ્દુલભાઈ ટેલર (તાલુકા સભ્ય), નાસીરભાઈ લોટીયા, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમટા, સોહેલભાઈ પાલેજ, સકીલભાઈ પાલેજ, ફૈઝુલભાઈ અમદાવાદી શાળાના શાળાના ટ્રસ્ટી મંડળના પ્રેસીડેન્ટ હાજી ઇશાક મહમદ પટેલ, યાકુભાઈ બોડા, મુસ્તાકભાઇ રખડા, ઈરફાનભાઈ સમા, ઉસ્માનભાઈ ઇપલી તથા અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. અંતે હઝરત ફાઝીલે બગદાદે શાળાના બાળકો તથા ધોરણ : ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ખાસ દુઆ કરી હતી.

1 6 7 8 9 10 925