1 11 12 13 14 15 936

ગત ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન ખાતે ટંકારીઆ રત્ન ‘અદમ’ ટંકારવી સાહેબને પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશી એવોર્ડથી સન્માનિત કરવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રખ્યાત આધ્યાત્મિક સંત મોરારીબાપુ દ્વારા પ્રતિષ્ઠિત લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો, ડોક્ટરો અને રાજકારણીઓ સહિતની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં અદમ ટંકારવીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગના ભાગરૂપે અદમ ટંકારવી, ઈમ્તિયાઝ પટેલ ઉર્ફ ટંકારવી, અબ્દુલભાઇ મક્કન, ઈબ્રાહિમસાહેબ પીર, વિદ્યાગુરુ ફાઉન્ડેશન હોસ્પિટલના માર્ગદર્શિત પ્રવાસમાં ભાગલીધો હતો.

1. Deliberation Program: M. A. M. English Medium School, Tankaria
2. Well Wisher’s Summit: The Tankaria High School, Tankaria
3. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા યોજાયેલા એન.આર.આઈ. ભાઈઓના સન્માન સમારોહના 05 Video
4. Dhabu Fatima Ishak (Shining Stars page)
5. Comment વાંચવા આ લિંક પર ક્લિક કરો.

ટંકારીઆ  હાઇસ્કુલ ટંકારીઆ ખાતે WELL WISHER’S SUMMIT નું આયોજન શાળાના હોલમાં તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના  રોજ સવારે ૯;૩૦ કલાકે રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શાળાના ENGLISH CLUB દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો ઈલ્યાસ સાહેબ ભોજા,  હફસાનાબેન  ભૂતા, મેહજબીનબેન ખાંધિયા અને મોહસીન પટેલ સાહેબનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ‘ટંકારીઆ રત્ન’ જનાબ ‘અદમ’ ટંકારવી, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’,  જનાબ ઐયુબભાઈ મિયાજી, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા,જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા, જનાબ દિલાવરભાઈ દશાનવાલા [Founder Trustee MMMCT, VCT], જનાબ સુહેલ સાહેબ (CEO – MMMCT), જનાબ ઝાકીરભાઈ ઉમતા, જનાબ નાસીરભાઈ લોટીયા હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ગુલામ સાહેબ ઉપરાંત અદિબા પટેલ, ફાતીમા માલજી, હુમેદ પટેલ, ફૈઝ પટેલ, સઅદ અમેરીકન, મુસ્કાન ડાહ્યા અને મોહસીના દિવાન દ્વારા તબક્કાવાર રીતે કરવામાં આવ્યું જેથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ કાર્યક્રમના સંચાલનનો ગુણ કેળવાય. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી મુહંમદ ઈલ્યાસ ભોજા અને સઅદ જુનેદ અમેરીકન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ જકીય્યાહ ભૂતા, મેહજબીન મેંક, શના અંસાર, અફીફા જંઘારીયા, માહેનૂર ઉમટા દ્વારા નાત શરીફ પઢવામાં આવી હતી. સ્વાગત ગીત ઈસરત પટેલ, સફીકા સેટા, મુઅઝ્ઝમા ખૂણાવાલા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી ગુલામ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. શાળાની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા અને  સ્ટાફના અન્ય સભ્યો દ્વારા  મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તજજ્ઞો જનાબ ‘અદમ’ ટંકારવી સાહેબ, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’, જનાબ ઈસ્માઈલભાઈ ખૂણાવાલા જનાબ દિલાવરભાઈ દશાનવાલા, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા દ્વારા સુંદર અને પ્રેરણાદાયી પ્રવચનોને અવારનવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા  હતા. આ શાળાની વિદ્યાર્થીની પ્રતિક્ષા પંચાલ કે જે  Msc (Physics)ની પદવી મેળવ્યા પછી હાલમાં PhD નો અભ્યાસ કરી રહી છે તેનું તથા શાળાના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેમણે જુદા જુદા ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે એવા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને આ કાર્યકમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે હાજરજનોએ સુંદર પ્રતિભાવ આપી તેમની સિધ્ધિઓને તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી. શાળાના આચાર્ય શ્રી ગુલામ સાહેબે અત્રેની વિજ્ઞાન શાખામાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરીને જેઓ ડોક્ટર, નર્સિંગ , BSc જેવી અન્ય શાખાઓમાં ડીગ્રી મેળવી કારકિર્દી બનાવી ચૂક્યા છે એવા સફળ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓની આંકડાકીય માહિતી આપી હતી.

શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક જનાબ મોહસીન પટેલ સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુંદર કૃતિઓ સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

WELL WISHER’S SUMMIT held at The Tankaria High School, Tankaria

 

આજ રોજ તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં બપોરે ૩:૦૦ કલાકે “Deliberation Program” રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારીઆ ‘રત્ન’ ‘અદમ’ ટંકારવી (યુ.કે.) સાહેબે અતિથિ વિશેષ તરીકે પદ સંભાળ્યું હતું. પધારેલા મહેમાનોમાં મુખ્યત્વે ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી (યુ.કે.), હાજી ઐયુબ બંગલાવાળા (કેનેડા), ફારૂક ઉઘરાદાર (પ્રેસિડેન્ટ TWS યુ.કે.), ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, ઈસ્માઈલ ખૂણાવાલા (યુ.કે.), ઇકબાલભાઈ ધોરીવાલા (યુ.કે.), ઐયુબભાઈ ભાલોડા (કેનેડા), સબ્બીરભાઈ ભીમ (યુ.એસ.એ.), ઈરફાનભાઈ ટેલર (યુ.કે.), સિરાજભાઈ કડુજી (યુ.એસ.એ.) મિશન સ્કુલની મુલાકાતે આવ્યા હતા. માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, નાસીરહુસેન લોટીયા, યુસુફ બાપા, તેમજ શાળાના ટ્રસ્ટીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તીલાવતે કુરાન શરીફ પછી પધારેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.  જનાબ ‘અદમ’ ટંકારવી (યુ.કે.), જનાબ ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી, જનાબ ઈસ્માઈલ ખૂણાવાલા અને જનાબ ફારૂક ઉઘરાદારને મોહસીને આઝમ મિશન ટંકારીઆ તરફથી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

ત્યારબાદ  ‘અદમ’ સાહેબે તેમના ટૂંકા પણ વિદ્યાર્થીઓને પ્રફુલ્લિત કરી દે તેવા પ્રવચનમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું. બાદમાં ઈમ્તિયાઝ પટેલ ટંકારવીએ પણ બાળકોને અભ્યાસ કરી મોટા મોટા માઈલસ્ટોન સર કરવાની હાકલ કરી હતી. ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં અભ્યાસનું મહત્વ જણાવી સરસ મજાની અંગ્રેજી કવિતા સંભળાવી હતી. પધારેલા મહેમાનોમાં ઇકબાલ ધોરીવાલા અને ઇસ્માઇલ સાહેબ ખૂણાવાળાએ તથા નાસીરહુસેન લોટિયાએ ટૂંકા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

ત્યારબાદ ગામ નબીપુરના ગત વર્ષોના પ્રખ્યાત લેખક મર્હુમ ઇસ્માઇલ હાફેઝીના સુપુત્ર શબ્બીર હાફેઝી દ્વારા લિખિત ‘નસીમનામા’ પુસ્તકનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહેમાનોએ શાળાના  વર્ગખંડોની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ જીણવટ ભરી તપાસ કરી અને શાળાની ભૌતિક સગવડો માટે વાત કરી હતી. શાળાના પ્રમુખ શ્રી ઇશાક પટેલે શાળાની પ્રવુત્તિઓનો ચિતાર મહેમાનોને આપ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનો શાળાની પ્રગતિથી ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો. અને શાળાને પ્રગતિને પંથે લઇ જવા માટે ટ્રસ્ટે નિર્ધાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા મેહતાબખાન પઠાણે કર્યું હતું.

આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

M.A.M. School Tankaria: Deliberation Program

ઈમ્તિયાઝ પટેલે યુવાપેઢીને અનુપમ સંદેશ આપ્યો, સાંભળો શું કહ્યું (આ લિંક પર ક્લિક કરો)

1 11 12 13 14 15 936