ભરૂચ તાલુકાના કસ્બા ટંકારીઆના પ્રખ્યાત મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી ગ્રાઉન્ડ] પર ગતવર્ષની બાકી રહેલી ૩૦ ઓવર ઓપન ટુર્નામેન્ટ ની ફાઇનલ આજરોજ ટંકારીઆ કે.જી.એન. અને ભરૂચ M2 11 [નિશાંતભાઈ મોદી ] ની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ભરૂચ M2 11 ની ટીમનો ભવ્ય વિજય થયો હતો.
આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચના વિજેતાઓના ઇનામ વિતરણ સમારંભમાં મુખ્યત્વે પાલેજ પી.આઈ. વસાવા સાહેબ ઉપરાંત પાલેજ પી..એસ.આઈ. સંજયકુમાર સાહેબ તથા તેમનો સ્ટાફ તથા મુબારકભાઈ મિન્હાઝવાળા, કોંગી અગ્રણી સુલેમાન પટેલ, ટંકારીઆ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહમાંમા ટેલર, તાલુકા સદસ્ય દાઉદ હવેલીવાળા, સાજીદભાઈ વોરાસમનીવાલા [સઇદા], અશરફ લુલાત, સુહેલભાઈ ભેંસલી, ભેંસ્લીના સરપંચ ઈમ્તિયાઝ, દેશ વિદેશથી પધારેલા એન.આર.આઈ. ભાઈઓ, મુસ્તુફા ખોડા, સઇદ બાપુજી, આરીફ બાપુજી, યુનુસ ગણપતિ, રેહાન કાજિબુ, સફવાન ભુતા, સાજીદ લાલન તથા આજુબાજુના ગામોના સરપંચો તથા ગામ પરગામના ક્રિકેટપ્રેમીઓએ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું અતિ થી ઇતિ સુધીનું સંચાલન ટંકારીઆ વાતની અને સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.

ટંકારીઆ ગામના મેહઝબીન હુસેન ઇબ્રાહીમ મન્સુરીએ એક જટિલ સ્ત્રી રોગના કારણે છેલ્લા એક વર્ષથી ગુજરાતની ૨૦ થી વધુ હોસ્પીટલમાં જુદા જુદા સમયે સારવાર લીઘી હતી પરંતુ કોઈ જ રિજલ્ટ મળતું ન હતું . છેવટે એક મોટા ઓપરેશન માટે MyTankaria વેબસાઈટ અને  જુદા જુદા WhatsApp ગૃપના  માધ્યમથી  આપણે મદદ માટે અપીલ કરી હતી અને અલહમદુલીલ્લાહ આપ સૌનાં સહકારથી જરૂરી રકમ રૂ. ૩૫૦૦૦૦/ પણ થઈ ગઈ હતી. કેટલીક જરૂરી દવાઓ તુર્કીથી ઈમ્પોર્ટ કરવાની હતી જે લાંબા સમય સુધી ત્યાં ઉપલબ્ધ ન હતી અને ત્યાર પછી ડોક્ટર કેટલાક દિવસો માટે યુ.કે. ગયા હતા એટલે ઓપરેશનમાં થોડો વિલંબ થયો હતો. આપ સૌની દુઆઓથી અને અલ્લાહ તઆલાની ખાસ મદદથી  મેહઝબીનબેનનું ઓપરેશન ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સફળતાપૂર્વક થઇ ગયું છે. તેઓ એકદમ સ્વસ્થ થઇ ગયા છે અને ટંકારીઆ એમના ઘરે પણ આવી ગયા છે . આ માધ્યમ થકી અમો તથા એમના કુટુંબીજનો તમામ સખીદાતાઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. દર્દી અને એમના કુટુંબીજનો ખૂબ દુઆઓ આપી આપ સૌનો આભાર વ્યક્ત કરે છે. અલ્લાહ તઆલા આપની ખીદમતોનો, સખાવતોનો બેહતરીન બદલો બન્ને જહાનમાં આપે આપને હંમેશાં ખુશ હાલમાં રાખી તંદુરસ્તીની નેઅમત આપે એવી દિલી દુઆઓ કરીએ છીએ.

આ ઓપરેશન માટે ૩૫૦૦૦૦/ થી વધુ ખર્ચ થયો છે. આશરે ૧૫૦૦૦ રૂ.વધારાનો ખર્ચ દર્દીના કુટુંબ દ્વારા કરવામાં આવ્યો છે.


ડૉ. સુબોધ દ્વારા સમગ્ર ઓપરેશનની પ્રક્રિયા દરમિયાન દર્દીના સગા અને ટીમના સભ્યો સાથે ખૂબ જ પારદર્શિતાથી કામ કરવામાં આવ્યું હતું .


નોંધ : ઝકાતના હકદાર દર્દીઓ માટે જયારે પણ ઓપરેશન  માટે મદદની અપીલ કરવામાં આવે છે ત્યારે એવી ખૂબ જ મોટી જવાબદારી માટે  સૌ પ્રથમ કેસની યોગ્યતાની તલસ્પર્શી ચકાસણી , ડોકટરો સાથે સતત વિચાર વિમર્શ, જરૂર જણાય ત્યારે ટીમના સભ્યો દ્વારા હોસ્પિટલની એક કે વધુ વખત રૂબરૂ મુલાકાત, એકથી વધુ હોસ્પીટલના/ ડોક્ટરોના અભિપ્રાય, ઓપરેશનના ખર્ચ, ઉપલબ્ધ વિકલ્પોમાંથી જમીની હકીકતને ખાસ ધ્યાનમાં રાખીને ફિલ્ડના એક થી વધુ તજજ્ઞો/ડોકટરોના અભિપ્રાય લીધા પછી જ વિકલ્પની પસંદગી કરવા જેવી તમામ પ્રકારની જરૂરી હોય એ યોગ્ય તજવીજ કરી તમામ પ્રકારની તકેદારી રાખી, મશવેરો કરીને  જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવે છે. અમારી અપીલ મુકનારાઓની એક મોટી જીમ્મેદારી છે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખીને  જકાત, સદકહ કે લિલ્લાહ રકમ એના સાચા હકદાર સુધી પહોંચે અને એનો યોગ્ય ઉપયોગ થાય એ માટે શક્ય એટલી તકેદારી  રાખવામાં આવે છે.