ટંકારીઆના ગૌરવમાં એક ઓર પીછું ઉમેરાયું
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામની પુત્રી પ્રતિક્ષાબેન ભદ્રેશકુમાર પંચાલે એમ.એસ.સી. [ફિઝિક્સ] માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગરથી પ્રથમ ક્રમાંકે પાસ થઇ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ટંકારીઆના ગૌરવમાં વધારો કર્યો છે. સમગ્ર ટંકારીઆ ગામ તેમને અભિનંદન પાઠવે છે. હાલમાં તેઓ પી.એચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તો તેમને સમસ્ત ટંકારીઆ ગામ વતી શુભકામનાઓ પાઠવીએ છીએ.