Ghazal of the Month
આ મહિનાની ગઝલ
દર્દ પંપાળ્યાં કોઈનાં તો બધે કહેતા ફરો છો ?
આંસુઓ ખાળ્યાં કોઈનાં તો બધે કહેતા ફરો છો ?
સાવ નવરાધૂપ બેઠા હોવ છો ને ભૂલથી જો
કામમાં આવ્યા કોઈના તો બધે કહેતા ફરો છો ?
એ બિચારો આપની માફક નથી દોડી શક્યો, તો ?
જો ચરણ થાક્યા કોઈનાં તો બધે કહેતા ફરો છો ?
કોઈએ વિશ્વાસથી હળવા થવા બે વાત કીધી
ભેદ જો જાણ્યા કોઈના તો બધે કહેતા ફરો છો ?
આયનામાં તો તરડ એકકે નથી પડવા દીધી પણ
જો કરમ ફૂટયાં કોઈનાં તો બધે કહેતા ફરો છો ?
– શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ(અમદાવાદ)
નોંધ: ઉપરોક્ત ગઝલ મુબારકભાઈ ઘોડીવાલા (દર્દ ટંકારવી) એ ‘આ મહિનાની ગઝલ વિભાગ’ માટે મોકલેલ છે.