Kadam Tankarvi
કદમ ટંકારવી
૧૯૭૩માં જાણીતા ગઝલકાર ‘શેખાદમ’ આબુવાલાની પ્રેરણાથી ‘ગુજરાતી સાહિત્યકાર મંડળ’ નું ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’ નામકરણ થયું અને તેઓ ગિલ્ડના માનદ્દ મહામંત્રી બન્યા ત્યારથી આજ સુધી તેમણે એકધારી નિસ્વાર્થ સેવા બજાવી છે. બ્રિટનમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના જતન અને વિકાસમાં ‘ગિલ્ડ’નું પ્રદાન નોંધપાત્ર છે અને તેમાં પ્રેરક બળ છે: કદમની ભાષા પ્રીતિ અને સર્જક પ્રતિભા. યુ.કે. ખાતે શરૂઆતના મુશાયરાઓ યોજવાનું અને પ્રથમ ‘આવાઝ’ પખવાડિક અને છેલ્લે ‘નવયુગ’ માસિકનું સુરેખ સંપાદન કરવાનું માન એમને ફાળે જાય છે. સાહિત્યકાર, પત્રકાર અને એક સારા ગઝલકાર એવા ‘કદમ’ ટંકારવીની નોંધપાત્ર સેવાઓની કદરરૂપે ‘ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.’ દ્વારા તેમનું બહુમાન કરી તેમને પણ તકતી અર્પણ કરવામાં આવી હતી.
કદમ ટંકારવી – ટૂંકો પરિચય – “બ્રિટએશિયન” ન્યૂઝ મેગેઝીનમાંથી સાભાર