Genealogical Tree Of Bhad Bhag
મૂળ ટંકારીઆ ગામના પરંતુ કેટલાક વર્ષો પછી જમાલપુર અમદાવાદમાં સ્થાયી થયેલા મરહૂમ જનાબ અહમદભાઈ અસ્માલ ઉમર મીઠા અભરામ માલા વલી અભરામ સાહભડ (નાસીરહુસેન લોટીયાના માસા મરહૂમ અહમદભાઈ છેલા)એ સાહભડ ના કુટુંબની વંશાવલી તૈયાર કરી હતી. ભડ ભાગના અમીજી, કાસુજી, આમનજી, મીઠા, નાથા, માલા, સાલે વગેરેનો ઉલ્લેખ આ વંશાવલીમાં જોવા મળે છે. ભડ ભાગની આ વંશાવલી ૧૬ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ અમદાવાદમાં રહેતા ટંકારીઆ મૂળના જનાબ અબ્દુલમજીદ ઈબ્રાહીમ અસ્માલ છેલા (એડવોકેટ) પાસેથી નાસીરહુસેન લોટીયાને મળેલ છે.
નોંધ: ભડ ભાગમાં પાંચ મોટા કુટુંબો હતા એ પૈકી અહીં આપેલ વંશાવલીમાં સાહભડ વિભાગના કેટલાક કુટુંબો નો જ સમાવેશ છે. આ વંશાવલી ભડ ભાગની સંપૂર્ણ વંશાવલી નથી. ટૂંક સમયમાં આ વંશાવલી વાચ્ય બને એ રીતે રજૂ કરવામાં આવશે.
Leave a Reply