Historic meeting at Mission High School Tankaria

આજ રોઝ મોહદ્દીસે આઝમ સંચાલિત મિશન હાઈ સ્કૂલ માં હઝરત નુરાની મિયાં અશરફીયુલ જિલ્લાની ના સાનિધ્યમાં ગામ ના નવ યુવાનો ની એક ઐતિહાસિક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ માં તમામ નવયુવાનો એ ભાગ લઇ મિટિંગ ને કામિયાબી બક્ષી હતી. આ પ્રસંગે હઝરત નુરાની મિયાં અશરફીયુલ જિલ્લાની સાહેબે ગામ ના તમામ નવયુવાનો ને એક થઇ દીન ના કામમાં લાગી જવાનો અનુરોધ કર્યો હતો અને નાના મોટા મતભેદો ને દિલ માંથી દૂર કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.  અંત માં તમામ યુવાનો એ એક બીજાને ગળે મળી મતભેદો દૂર કરવાના શપથ લીધા હતા. 

આ પ્રસંગે પોતાના વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી મિટિંગ માં હાજર રહેલા સૈયદ શૌકતબાવા કરજનવાળા નો તમામ ગામ ના નવયુવાનો એ આભાર માન્યો હતો. આ પ્રસંગે ખાતીબો ઇમામ જામે મસ્જિદ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા મિશન ના સંચાલકો તથા ગામ ના અગ્રગણ્યો હાજર રહ્યા હતા. 

CIMG0001 CIMG0002 CIMG0003 CIMG0004 CIMG0005 CIMG0006 CIMG0007 CIMG0008 CIMG0009 CIMG0010 CIMG0011 CIMG0012 CIMG0013 CIMG0015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*