NEWS FROM TANKARIA

ટંકારીઆ મિશન સ્કૂલ માં રચનાત્મક કાર્ય અંતર્ગત નાત શરીફ તથા સાયન્સ ફેર તથા ફન ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું.
મહોર્રમ માસ માં હઝરત ઇમામ હુસૈન ર. અ. ની શાન માં નાત શરીફ કોમ્પિટશન નું આયોજન મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ ટંકારીઆ માં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા. તથા બાળકો ને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે તે માટે એક સાયન્સ ફેર નું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ઓ ભણતર ની સાથે ગમ્મત પણ કરે તે હેતુસર ફન ફેર નું આયોજન પણ મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ ટંકારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. ખરેખર આવા પ્રસંસનીય તથા રચનાત્મક કર્યો બદલ આ થકી મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ ટંકારીઆ ને અભિનંદન પાઠવીએ છીએ.

cimg0001 cimg0002 cimg0004 cimg0005 cimg0007 cimg0008

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*