ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે લગભગ 30 થી 35 વાનરો એ આખા ગામને માથે લીધું છે. આ વાનરો વહેલી સવાર થી જ મકાનો ની છત પર આવી તોફાન મચાવે છે. અને જો કોઈ એમને દૂર કરવાનો પ્રયત્ન કરે તો સામા થઇ ને મારવા દોડે છે. અને એક સાથે ઝુંડ માં રહેતા આ વાનરો બહાર મુકેલી ખાદ્ય વસ્તુઓ ને હડપ પણ કરી જાય છે. તથા ફળફળાદિ ના વૃક્ષો ને પણ નુકશાન કરે છે. તદુપરાંત ગામ ના કબ્રસ્તાન માં પણ આ વાનરો એકસાથે ભેગા થઇ કબ્રસ્તાનમાં આવતા જતા લોકોને પણ મારવા દોડે છે.
આ બાબતે ગામ પંચાયતે ફોરેસ્ટ ખાતા વાળાઓનો સંપર્ક કરતા તેઓ એ પંચાયત ને પીંજરું મુકવાનું જણાવતા પંચાયતે પીંજરું પણ મુકવા છતાં એનો કોઈ હલ નજરે પડતો નથી. તો શું સત્તાવારાઓ આ બાબત ને ગંભીરતાથી લેશે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુવે છે એમ ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
Leave a Reply