ટંકારીઆ તથા પંથક માં ગાત્રો થીજવી નાખતી ઠંડી થી જનજીવન પ્રભાવિત
ઉત્તર ભારત ની હિમવર્ષા ને પગલે તથા ઉત્તર-પૂર્વીય ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને પગલે સમગ્ર રાજ્યમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી એ લોકો ને ધ્રુજતા કરી નાખ્યા છે. તાપમાન નો પારો ૧૦ થી પણ નીચે ગગડી જતા અનેક જગ્યા એ કાતિલ ઠંડી નો સામનો લોકો કરી રહ્યા છે.
મોડે મોડે પધારેલી શિયાળા ની ઋતુ એ તેનો અસલ મિજાજ બતાવતા સમગ્ર ટંકારીઆ તથા પંથક ઠંડી માં ઠુંઠવાઇ ગયું છે. આ તીવ્ર ઠંડી ને પગલે લોકો ગરમ વસ્ત્રો તથા તાપણાં નો સહારો લઇ ઠંડી થી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ઠંડી થી રવિ પાકોને ફાયદો થશે જેથી ખેડૂત મિત્રો ના મોઢા પર ખુશી રેલાઈ ગઈ છે. જો કે આકાશ નીચે ખુલ્લામાં પોતાનો માળો બનાવનાર મજુર વર્ગ આ ઠંડી ના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
રાત્રીના સમયે ટંકારીઆ નું ધમધમતું પાદર માં ચહલ પહલ પણ ઓછી થઇ ગઈ જણાય છે. લોકો ઠંડી થી બચવા વહેલી રાત્રી થી જ ઘર માં રહેવાનું પસંદ કરે છે.
Leave a Reply