Final Match at Sports club Tankaria.
સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ ની ફાઇનલ માં કે.જી.એન. ટંકારીઆ નો ભવ્ય વિજય
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ ટંકારીઆ ગામની કે.જી.એન. અને અંકલેશ્વર ની મતદાર સી.સી. વચ્ચે ગત રવિવારના રોજ રમાઈ હતી. જેમાં ટંકારીઆ ની કે.જી.એન. સી.સી. નો ભવ્ય વિજય થયો હતો.
આજ રોજ રમાયેલી ફાઇનલ મેચ માં ટંકારીઆ ની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા ટંકારીઆ ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવર માં ૨૧૧ રન ફટકાર્યા હતા જેમાં ટંકારીઆ ગામના લોકલ બોય અફઝલ ખાંધિયા એ ધમાકેદાર ૬૬ રન બનાવ્યા હતા. જેના વળતા જવાબ માં મતદાર સી.સી. ફક્ત ૧૪૭ રન માં ઓલ આઉટ થઇ ગઈ હતી. ટંકારીઆ ની ટિમ વતી યાસીન પટેલે ૪ વિકેટ, સદ્દામ ખૂણાવાળા, ઝાકીર ઉમતા, ઇમરાન માલજી એ ૨-૨ વિકેટ ઝડપી હતી.
બેટિંગ લાઇનઅપ માં મજબૂત ગણાતી મતદાર સી.સી. ના બેટ્સમેનો રન બનાવવામાં નિષ્ફળ રહેતા મતદાર સી.સી. નો ૬૪ રન થી પરાજય થયો હતો.
આ ટુર્નામેન્ટ માં મેન ઓફ થઈ સિરીઝ ટંકારીઆ ટિમ નો ઉસ્માન બાબરીયા ઉર્ફે આમ્ટે જાહેર થયો હતો. તથા બેસ્ટ બેટ્સમેન ઓફ ઘી ટુર્નામેન્ટ સીતપોણ ગામના ઇમરાન પટેલ જાહેર થયા હતા. તેમજ બેસ્ટ બોલર ઓફ ઘી ટુર્નામેન્ટ તૌસીફ ઠાકોર ને જાહેર કરવામાં આવ્યો હતો તથા આ ફાઇનલ મેચ નો મેન ઓફ ઘી મેચ ૪ વિકેટ ઝડપનાર યાસીન પટેલ જાહેર થયો હતો.
આ ફાઇનલ મેચ જોવા માટે ગામ પરગામ થી વિશાલ સંખ્યા માં પ્રેક્ષકગણ હાજર રહી ફાઇનલ મેચ ની મજા માણી હતી.
મેચ ના અંતે ઇનામ વિતરણ સમારંભમાં દેશ વિદેશ થી મહેમાનો પધાર્યા હતા જેમાં ઇકબાલભાઇ ધોરીવાલા, હનીફ માયાત તથા હશન માયાત, ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવી, યુનુસ અમદાવાદી, મકબુલ આભલી, અબ્દુલ્લાહ ટેલર, મહમ્મદભાઈ ભાયજી, જાબિર ચોક્સી, અબ્દુલરહેમાન લાકડાવાલા, શકીલ અકુજી, શેરખાન પઠાણ, આદમભાઇ આબાદનગરવાળા, ખેડૂત અગ્રણી જયેશ પટેલ, દિલાવર ઉપરાલીવાળા, ડો. અભિષેક દરજી, દિલાવર બચ્ચા, મહેન્દ્રસિંહ રાજ, મુબારકભાઈ મિનાઝ વાળા,
ઇશાક રાજ, બશીર ફોજદાર તથા ગામના સરપંચ ઇકબાલ કબીર, ડે. સરપંચ અલ્તાફ ગાંડા તથા ગામ તથા પરગામના મહેમાનો હાજર રહ્યા હતા.
ઇનામ વિતરણ સમારંભ માં અઝીઝ ટંકારવી સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્પોર્ટ્સ પર ભાર મુકતા યુવાન પેઢી ને સ્પોર્ટ્સ માં આગળ આવી રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટે ખંત કરવાની સલાહ આપી હતી તથા તેમને જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે જે કઈ પણ જરૂરત પડશે તેમાં સહાયરૂપ થવાની ખાતરી ઉચ્ચારી હતી.
મતાદાર ટિમ ના મેનેજર ઇસ્માઇલભાઈ મતદારે ગ્રામ્ય કક્ષાના ક્રિકેટ ટેલેન્ટ ને ગ્રામ્ય કક્ષાથી આગળ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પહોંચવા માટે સખત પરિશ્રમ કરી આગળ વધવાની હાકલ કરી હતી.
ટંકારીઆ ગામ ના એન. આર. આઈ. ઇકબાલભાઇ ધોરીવાળા એ આ પ્રસંગે વિજેતા ટંકારીઆ ની ટિમ ને દરેક પ્રકારની સહાય કરવાની હાકલ કરી હતી અને તેમને એમ પણ જણાવ્યું હતું કે ફક્ત ક્રિકેટ જ નહિ પરંતુ તમામ રમતગમત ક્ષેત્રે નવયુવાનો એ આગળ પડતો ભાગ ભજવી ગામ અને જિલ્લાનું નામ રોશન કરવાની હાકલ કરી હતી.
સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ ગ્રાઉન્ડ ના વિકાસ ના કામો જેવાકે હાઈસ્કૂલ તરફ દીવાલ બનાવવી તથા ક્રિકેટ ના ખેલાડી ઓ માટે ચેંજિંગ રમ બનાવવા માટે હાકલ કરતા જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તથા અબ્દુલ્લાહ ટેલરે આશરે ૪ લાખ ના ખર્ચે દીવાલ બનાવી આપવાની જાહેરાત કરતા ગામલોકો ખુશ થઇ ગયા હતા.
આ સમારંભ નું આયોજન કરનાર સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ ના સદસ્યો આરીફ બાપુજી, સાજીદ લાલન, ઉસ્માન લાલન, દિલાવર બશેરી, સૌકત બશેરી, અય્યુબ દાદાભાઈ, ઇશાક બશેરી, વિગેરે ઓ ખાડે પગે રહી સમારંભ ને ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ સમગ્ર સમારંભ નું આયોજન ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ પોતાના અથાગ પ્રયત્નો થી કર્યું હતું.
Leave a Reply