આજ થી એસ. એસ. સી. બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ સમગ્ર ગુજરાત માં થઇ ગયો છે. જેમાં ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ ના એસ. એસ. સી. બોર્ડ કેન્દ્ર પર પણ પરીક્ષાર્થી ઓ ના ટોળે ટોળા ઉત્સાહભેર સવાર થીજ ભેગા થઇ ગયા હતા. પરીક્ષાના સમય પહેલા ટંકારીઆ ગામના આગેવાનો જેવા કે માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ ઇકબાલ કબીર, ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી, ટંકારીઆ સ્કૂલ ના ચેરમેન અબ્દુલ્લાહ ભુતાવાળા, પ્રિન્સિપાલ ગુલામભાઇ પટેલ, સામાજિક કાર્યકર મુસ્તાક દૌલા, મુસ્તુફા ખોડા, Arif Bapuji વિગેરે ઓએ તમામ પરીક્ષાર્થીઓ ને ગુલાબ નું ફૂલ તથા ટોફી આપી તમામ પરીક્ષાર્થી ઓ ને શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ આપ્યો હતો. આ કેન્દ્ર માં કુલ ૬૩૦ પરીક્ષાર્થી ઓ બેઠા હતા જે માટે સ્કૂલ માં ૨૧ બ્લોક ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Leave a Reply