મેસરાડ ફાઇનલ માં કે.જી.એન. ટંકારીઆ નો મર્દાનગીભર્યો પરાજય
કરજણ તાલુકાના મેસરાડ ગામે આજરોજ મેસરાડ સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ફાઇનલ મેચ કે.જી.એન. ટંકારીઆ અને મતાદાર ટીમ વચ્ચે રમાયી હતી જેમાં મતાદાર ની ટીમે પ્રથમ દાવ લઇ નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૫૪ ફટકાર્યા હતા જેમાં જેસલ કાળીયા એ ધમાકેદાર ૯૬ રન ફટકાર્યા હતા. જેના જવાબ માં પ્રથમ ઓવર થી જ લડખડાતી કે.જી.એન ટંકારીઆ ૨૧૩ રન માં ઓલ આઉટ થઇ જતા મતાદાર સી.સી. નો ભવ્ય વિજય થયો હતો. એક તબક્કે ૧૫૦ રન પણ નહિ થાય તેવું લાગતા કે.જી.એન. એ સરસ કમબેક કરતા ૨૧૩ રન માં ઓલ આઉટ થઇ ગયી હતી. ટંકારીઆ ગામના પ્રેક્ષકોથી ભરપૂર મેસરાડ ગાઉન્ડ પર ટંકારીઆ ટિમ નો પરાજય થતા પ્રેક્ષકો નિરાશ થઇ ગયા હતા.
મતાદાર ટીમમાં કરંટ રણજી ખેલાડીઓ જેવાકે સોયેબ તાઈ, સન્ની પટેલ, લુકમાન મેરીવાળા, અહદ મલેક, જેશલ કાળીયા, જેવા ખેલાડીઓ સામે ટંકારીઆ ગામના જ ખેલાડીઓ એ સંઘર્ષ પૂર્વક રમત રમી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. ગ્રામ્ય કક્ષાના ક્રિકેટરો રણજી ખેલાડીઓ ની તુલનામાં આટલું સારું ક્રિકેટ રમે એ પણ ચોક્કસ નોંધ લેવા જેવી બાબત છે.
રમત ના અંતે ટ્રોફી વિતરણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રમત ગમત મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, તથા શિનોરના ધારાસભ્ય સતિષભાઈ નિશાળિયા, મુબારકભાઈ મિન્હાઝ વાળા, ઇસ્માઇલ મતાદાર, મેસરાડ ગામના સરપંચ, તથા આજુબાજુ ના ગામના સરપંચો, તાલુકા સદસ્યો, જિલ્લા પંચાયત ના સદસ્યો, તથા દૂર દરાજ ગામોએ થી પધારેલા ક્રિકેટ પ્રેમીઓ એ આ મેચ નિહાળી હતી.
સ્પોર્ટ્સ મેન નું વક્તિત્વ ધરાવતા રમત ગમત મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી એ તેમાં વક્તવ્ય માં રમત ગમત પર યુવાનોને વધુ ધ્યાન આપવાનું જણાવ્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતું કે યુવાઓને રમત ગમત માં વ્યસ્ત રાખવાથી તેઓ ખરાબ કુટેવોથી દૂર રહેશે અને યુવાઓ ને પણ દરેક રમત ના ક્ષેત્રે આગળ વધવાની હાકલ કરી હતી. તેમને રમત ના ક્ષેત્રને ફક્ત નવયુવાનો પૂરતું નહિ પણ આ ક્ષેત્ર માં યુવતીઓ ને પણ આગળ આવવાનું આહવાન કર્યું હતું તથા નવયુવાન યુવક યુવતીઓ ને કસરત પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપવાની અપીલ કરી હતી.
મેસરાડ સ્પોર્ટ્સ ક્લબ ના વાજીદભાઈ જમાદાર તથા તેમની ટીમે સમગ્ર મેચ દરમ્યાન પ્રેક્ષકો માટે પૂરતી વ્યવસ્થા કરી હતી.
આ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ માં મેન ઓફ ઘી મેચ જેસલ કાળીયા જાહેર થયા હતા તથા મેન ઓફ ઘી સિરીઝ કે.જી.એન. ના તૌસીફ ઠાકોર, બેસ્ટ બોલર ઇમરાન માલજી, બેસ્ટ બેટ્સમેન કામરાન શેખ બન્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ટંકારીઆ ના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.
Leave a Reply