Shab E Barat in Tankaria.
ટંકારીઆ તથા પંથક માં શબે બારાત ની ઉજવણી કરાઈ
ઇસ્લામિક કેલેન્ડર મુજબ શાબાન મહિના ની ૧૪ મી તારીખે મુસ્લિમો શબે બારાત ની ઉજવણી કરે છે. મુસ્લિમો માટે આ રાત્રી ઘણી જ ફઝીલત વાળી હોય ગત રોજ ગુરુવાર ની રાત્રી એ ટંકારીઆ તથા પંથક માં મુસ્લિમો એ આખી રાત્રી જાગરણ કરી અલ્લાહ ની ઈબાદત માં મશગુલ રહી પોતાના ગુનાહો ની માફી માંગી હતી.
આ ફઝીલત વાળા દિવસે મગરીબ ની નમાજ થીજ મુસ્લિમ બિરાદરો મસ્જિદો માં એકઠ્ઠા થઈને મગરીબ ની નમાજ અદા કર્યા બાદ શબ એ બારાત ની વિશિષ્ઠ નમાજો અદા કરી હતી. ત્યાર બાદ મોડી રાત્રી એ મસ્જિદો માં જઈને નફિલ નમાજો અદા કરી હતી. અને આખા વર્ષ દરમ્યાન જાણે, અજાણે થયેલા ગુનાહોની તૌબા કરી અલ્લાહ પાસે માફી માંગતા નજરે પડ્યા હતા. અને અલ્લાહ ને રાજી કરવાનો પ્રયાસ કરતા જણાયા હતા. તથા દરગાહો પર જઈ ને ફાતેહા પઢ્યા હતા. તેમજ કબ્રસ્તાન માં જઈને પોતાના પૂર્વજો તેમજ સગાવહાલાઓ ની કબરો પર ફૂલો ચઢાવી તેઓની મગફેરતની દુઆ ઓ ગુજારી હતી. આ દરમ્યાન મસ્જિદો તથા કબ્રસ્તાનો માં ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક બિરાદરો એ નફિલ રોઝા પણ રાખ્યા હતા. આખી રાત મુસ્લિમ બિરાદરોની ચહલ પહલ થી મસ્જિદો તથા કબ્રસ્તાનો ધબકતા રહ્યા હતા.
Leave a Reply