ટંકારીઆ માં નવનિર્મિત મક્કા મસ્જિદ નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે રહેણાંક વિસ્તાર વધતા મસ્જિદ ની તાતી જરૂરત હોઈ  પારખેત તરફ ની ભાગોળે નવનિર્મિત મક્કા મસ્જિદ નું ઉદ્ઘાટન આજરોજ અસર ની નમાજ અદા કરી કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે પીરે તરિકત ઈક્બાલહુસેન અલ્વી સાહેબ ખાસ હાજર રહ્યા હતા.

ટંકારીઆ ગામ કે જેની વસ્તી દીનદહાડે વધતી જતી હોય ગામ નો વિસ્તાર પણ વધવા પામતા ટંકારીઆ થી પારખેત જવાના રસ્તા પર ભાગોળે ગામલોકોના સાથ સહકારથી  મક્કા મસ્જિદ ના નામે એક નવનિર્મિત મસ્જિદ બનાવવામાં આવી હતી. જેનો ઇફ્તેતા પ્રોગ્રામ આજરોજ અસર ની નમાજ પઢી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇકબાલ બાવા અલ્વી હુસેની અમદાવાદવાળા ખાસ હાજર રહી ગામલોકોને મુબારકબાદી તથા દુઆ ઓથી નવાજ્યા હતા. તથા જામ મસ્જિદ ના પેશ ઇમામ ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબ તથા ગામ ના લોકો તથા બહારગામથી પણ લોકો હાજર રહ્યા હતા.  મૌલાના સાહેબના ટૂંકા પ્રવચનમાં તમામ મુસલમાનો ને સમયસર નમાજ પઢવાની તથા સારા અખ્લાક સાથે પેશ  આવવાની નસીહતો કરી હતી. અંત માં ખુશુશી દુઆઓ તથા સલાતો સલામ બાદ મેહફીલ ને ખત્મ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*