ટંકારીઆ નું ઉજળું ભવિષ્ય

ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ની તેજસ્વી વિદ્યાર્થીની ખાંધિયા મિસ્બાહ મોહમદહનીફ કે જેને ચાલુ વર્ષે એસ એસ સી ની પરીક્ષામાં૯૭.૩૨ પરસેન્ટાઇલ રેન્ક સાથે સ્કૂલ માં ટોપ ૧૦ માં ૯ માં નંબરે પાસ થઇ હતી. રાંદેર પી એમ ઈ ટી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ટેલેન્ટ ખોજ માટે ગિફ્ટેડ૩૦ નામની કોમ્પિટશન યોજે છે અને તેમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ ને આગળ વધુ અભ્યાસ માટે સંસ્થા સમગ્ર ખર્ચ ઉઠાવી આગળ નો અભ્યાસ કરાવડાવે છે. ચાલુ વર્ષે ગિફ્ટેડ૩૦ કોમ્પિટશન માં સમગ્ર ગુજરાત માંથી ૧૪૦૦ મુસ્લિમ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને તેમાંથી ફક્ત ૬૦ વિદ્યાર્થીઓ પાસ થઇ સિલેક્ટ થયા હતા. આ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ માં આપણા ગામની ખાંધિયા મિસ્બાહ મોહમદહનીફ સિલેક્ટ થઇ હતી. જે આપણા ગામ માટે એક ગૌરવની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*