ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગામની પાલેજ તરફની ભાગોળ એટલેકે આંબાવાડી બસ સ્ટેન્ડ પાસેથી શરુ થતી વરસાદી કાન્સ કે જેમાં બિન જરૂરી વનસ્પતિ, કચરો વિગેરેથી કાન્સ પુરાઈ ગઈ હતી તે કાન્સની સાફસફાઈ નું બીડું ગામ પંચાયતે પોતાના અથાગ પ્રયત્નો દ્વારા તથા જિલ્લા વિકાશ અધિકારી ના હુકમથી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સાફસફાઈ આજથી ચાલુ થઇ ગઈ હોય ગામલોકોમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ કામ વાગરા વિધાનસભા ના ધારાસભ્ય અરૂણસિંહ રાણા સાહેબના સીધા સંકલનથી તથા તેમના અથાગ પ્રયત્નોથી પાર પડ્યું હતું. આ કાન્સ આંબાવાડી બસ સ્ટેન્ડ થી સીતપોણ જવાના રસ્તા એટલેકે ગેબનશા પીર ની દરગાહ સુધી ની સાફસફાઈ કરવામાં આવશે તથા ઘોડી રોડ પરની પાણી ની કાન્સ પણ સાફ કરવામાં આવશે. જેના પગલે ગામના નીચાણવારા વિસ્તાર જેવાકે પાદરમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થઇ જશે.
1 Comment on “ટંકારીઆ માં વરસાદી કાઁશ ની સાફસફાઈ નો આરંભ”
Welcome back Mustakbhai. Hope you are perfectly healthy now.
Welcome back Mustakbhai. Hope you are perfectly healthy now.