ટંકારીઆ તથા પંથક માં મિશ્ર ઋતુ ના કારણે શરદી, ખાંસી ના દર્દીઓ વધ્યા
શિયાળા ની ઋતુના પ્રારંભિક સમયે તાજેતરમાં દિવસે ગરમી અને મોડીરાત્રે ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો છે. આ પ્રકૃતિની અસરથી ટંકારીઆ તથા પંથકમાં સરેરાશ લોકોમાં શરદી, કફ, ખાંસી, તથા તાવની અસર પ્રસરતી હોવાથી ટંકારીઆ માં દવાખાનાઓમાં બેવડી ઋતુની અસર હેઠળ ની બીમારીઓનું પ્રમાણ અધિક જણાઈ રહ્યું છે.
ચોમાસાના ભેજવાળા વાતાવરણની વિદાય બાદ દિવસે ગરમી અને રાત્રે ઠંડી નો અહેસાસ આમ ડબલ ઋતુ ની અસર પાચનશક્તિ પર થતી હોય તેની વધુ અસર બાળકો અને વૃદ્ધો ઉપર વધુ જોવા મળે છે.
બચવાના ઉપાયો
દરરોજ વહેલી સવારે પાણી ગરમ કરી પીવું. આદુવાળી ચા બનાવી પીવી, તાજા ફળો ખાવા.
Leave a Reply