જશ્ને ઈદે મિલાદ ની ટંકારીઆ માં ધામધૂમથી ઉજવણી કરાઈ.
ઇસ્લામ ધર્મ ના મહાન અને આખરી પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના જન્મ દિવસ એટલેકે ઈદેમિલાદુન્નબી ની ઉજવણી આજરોજ શનિવારના દિવસે ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથકમાં ધામધૂમથી કરવામાં આવી હતી.
ટંકારીઆ કસ્બાની વિવિધ મસ્જિદોમાં મળસ્કે ૪ વાગ્યાથી નાત શરીફ અને સલાતો સલામ પઢવાનું શરુ થઇ ગયું હતું. ભારે સંખ્યામાં અકીદતમંદો મળસ્કાથીજ મસ્જિદોમાં આવી ગયા હતા અને નાત શરીફ તથા સલાતો સલામ પઢવામાં શામિલ થઇ ગયા હતા. આ સિલસિલો ફજર ની અઝાન સુધી ચાલ્યો હતો. ફજરની નમાજથી ફારિગ થઇ સવારે ૭.૩૦ કલાકે ટંકારીઆ ની અમન કોલોની માં રહેતા સૈયદ પાટણવાળા બાવા સાહેબ ના નિવાસ્થાને થી એક વિશાળ જુલૂષ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુલુસ માં મોટીસંખ્યામાં લોકો હાજર રહી નાત શરીફ પઢતા પઢતા આખા ગામમાં ફર્યા હતા અને જુમ્મા મસ્જિદ ખાતે આ ઝુલુસ નું સમાપન થયું હતું.
જુમ્મા મસ્જિદમાં આખરી પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના બાલ મુબારક ની જિયારત કરી લોકો વિખેરાયા હતા.
તમામ અકીદતમંદો એ એક બીજાને મુબારકબાદી આપી હતી.
Leave a Reply