દારુલ કુરઆન વલ્હદીષ ટંકારીઆ નું ચૌદમું વાર્ષિક સંમેલન અને ત્રીજો પદવીદાન યોજાશે

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ કુરઆન વલ્હદીષ નો ચૌદમો વાર્ષિક  અને દસ્તારબંધીનો ત્રીજો જલસો તારીખ ૨૬/૪/૨૦૧૮ ના ગુરુવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દારુલ કુરઆન ની ઈબાદતગાહ માં રાખવામાં આવ્યો છે. જેમાં મહેમાને ખુસૂસી વાઈઝે શીરી બયાં, ફખરે હિંદ, અઝીમ દાઈ હઝરત મૌલાના ખલીલુર્રહમાન સજ્જાદ નોમાની સાહબ ખલીફા એ મુજાઝ શૈખ ઝુલ્ફીકાર નક્શબંદી સાહબ તશરીફ લાવી મુલ્કો મિલ્લત ના મૌજુદા હાલાત પર માર્ગદર્શન કરી દિલસોઝ દુઆ ફરમાવશે. આ મુબારક મજલીશમાં સર્વે મુસ્લિમ ભાઈઓને તશરીફ લાવી સવાબે દારૈન હાસિલ કરવા ભાવભીનું આમંત્રણ દારુલ કુરઆન વલ હદીષ તરફથી  આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*