ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આશરે ૮૦૦ ઉપરાંત ટૂલબાઓ ને બુનિયાદી દીની શિક્ષણ આપતા મદ્રસ્સા એ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ નો વાર્ષિક જલસો ગતરોજ રાત્રે મોટા પાદર બસ સ્ટેન્ડ સંકુલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં નાના ભૂલકાઓ થી લઈને તમામ દીની શિક્ષણ હાસિલ કરતા છોકરા છોકરીઓએ નાત શરીફ, કુરાન શરીફ ની તિલાવત, મનકબત, તકરીર જેવી વિવિધ કૃતિઓ રજુ કરીને હાજરજનો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ખરેખર આવા નાના ભૂલકાઓ પાસે આવી કૃતિઓ તૈયાર કરાવવી એ પણ હૂફફાઝો માટે એક વિકટ પ્રશ્ન છે અને એ બખૂબી લગનથી હૂફફાઝો એ તૈયાર કરાવી હતી. જે ખરેખર પ્રશંશનીય છે. આ સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન ટંકારીઆ ગામના જામે મસ્જિદ ના પેશ ઇમામ ખલીફા એ શૈખુલ ઇસ્લામ હઝરત અલ્લામા કારી અબ્દુલરઝાક અશરફી સાહેબે કર્યું હતું. આ પ્રોગ્રામ માં મદ્રસ્સા એ મુસ્તુફાઇય્યાહ ના હૂફફાઝો તથા ટૂલબાઓના માતા પિતા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Leave a Reply