અાજે ભરૂચ તાલુકાના હિંગલ્લા, પરીએજ, પારખેત તથા ત્રાલસા કૉઠી ગામોમાં વહેલી સવારે પોલીસ કાફલા સાથે GUVNL ની 50 ગાડીઓના રસાલા સાથે ત્રાટકી હતી. જેમાં અલગ અલગ ત્રણ ટિમો બનાવી એક સાથે જુદા જુદા ગામોમાં વહેંચાઈ જઈ લોકો ઊંઘ માંથી જાગે તે પહેલા ત્રાટકી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના હિંગલ્લા, પરીએજ,પારખેત તેમજ ત્રાલસા કૉઠી વગેરે ગામોમાં પોલીસના કાફલા સાથે ત્રાટકેલી વીજ વિજીલન્સની ટીમોએ ઉપરોક્ત ગામોમાં કડક ચેકિંગ હાથ ધરતા કુલ 65 મીટરોમાં ગેરરીતી જણાઇ અાવી હતી. ગેરરીતી જણાઇ અાવતા અંદાજિત 30 લાખ જેટલી વીજચોરી ઝડપાઇ હતી. ઉપરોક્ત ચારે ગામોમાં વીજ ચેકિંગ વેળા કોઇ અનિચ્છનીય ઘટના ન સર્જાય એ માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. જેમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં અાવી હતી. GUVNL ની ટીમોએ મોટુ ઓપરેશન હાથ ધરી મોટાપાયે વીજચોરી ઝડપી પાડી હતી.
Leave a Reply