જેની વર્ષોથી તમન્ના હતી કે ગામમાં મીઠું પાણી રેગ્યુલર મળે કે જેથી ગ્રામજનો ના આરોગ્ય ને પાણીજન્ય રોગો ના થાય અને નગરજનો ને શુદ્ધ અને મીઠું પાણી મળે. જે હેતુથી ટંકારીઆ નગરના સામાજિક કાર્યકરો જેવા કે ઇબ્રાહિમ મામા દાદુભીખા, અલ્તાફ ગાંડા, સિરાજ ઢબુ, મહમદ ઇપલી, ગુલામમાસ્ટર ઉમરજી ઇપલી, યાસીન શંભુ, અઝીઝ બશેરી, સલીમ ઉમતા, ઉસ્માન લાલન વિગેરેનાઓ એ તથા નામી અનામી ગ્રામજનો તરફથી આ મીઠા પાણી ને ગામમાં લાવવાનું બીડું ઝડપ્યું હતું. જે કામ આજરોજ પરિપૂર્ણ થઇ જતા તેનું વિધિવત ઉદ્ઘાટન સલીમ હાફેઝી વાંતરસાવાળા દ્વારા ફાતેહા ખવાની કરી કરવામાં આવતા ગ્રામજનોમાં ઉત્સાહ ફેલાઈ જવા પામ્યો હતો. જેમાં ઘણા નામી અનામી લોકોએ તન, મન અને ધન થી પણ સહકાર આપ્યો હતો. જેમને આ થકી ટંકારીઆ નગરજનો વતી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવીએ છીએ. આ પાણી શનિવારથી ગામલોકોને વિસ્તરણ કરવામાં આવશે.
Leave a Reply