ઠંડી થી ટંકારીઆ તથા પંથક ઠૂંઠવાયું
હિમાલય રિજન માં ભારે હિમવર્ષા ને પગલે તેની અસર ટંકારીઆ અને આજુબાજુના પંથક માં વર્તાઈ રહી છે. ગુરુવારની વહેલી સવારથીજ ૨૦ કી.મી. ની ઝડપે પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનનો પારો ૫ ડિગ્રી સુધી ગગડી ૨૬ ડિગ્રી જેટલો થઇ ગયો હતો. જેને કારણે ઠંડી વર્તાતા ગુરુવારની રાતથીજ લઘુત્તમ પારો ૧૫ ડિગ્રી જેટલો થઇ જતા ગત રાત્રિથીજ ઠંડીનો ચમકારો વર્તાયો હતો જેનો પ્રભાવ શુક્રવાર ના રોજ પણ વર્તાયો હતો. હવામાન ખાતા અનુસાર આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૨૫ અને લાગુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે.
શુક્રવારની સવારથીજ નગરજનોને ઠંડીનો સામનો કરવો હતો. સંપૂર્ણ દિવસ દરમ્યાન લોકો ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યા હતા. આ ગુલાબી ઠંડીને લોકો મન ભરીને માણી રહ્યા છે. લોકો ગરમ પીણાં તથા ઉકાળાનો સહારો લઇ ઠંડીને દૂર ભગાવી રહ્યા છે.
Leave a Reply