બગદાદી ગ્રુપ દ્વારા ન્યાઝ નું ભવ્ય આયોજન કરાયું
ટંકારીઆ ગામે દર વર્ષની જેમ આજે બગદાદી ગ્રુપ દ્વારા આયોજિત સમગ્ર ગામલોકો માટે અગિયારમી શરીફની ન્યાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હસ્બે મામુલ ગત રોજ રાત્રે ઈશાની નમાજ બાદ કુરાન શરીફ નું પઠન અને દુઆ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. અને આજે સવારે સમગ્ર ગામલોકો માટે ન્યાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના લોકોએ ન્યાઝ ભારે અકીદતમંદિ સાથે આરોગી હતી. બગદાદી ગ્રુપ ના તમામ વોલિન્ટર ભાઈઓ એ તમામ લોકોને સુવ્યવસ્થિત રીતે ન્યાઝ ખવડાવી હતી. આ તબક્કે બગદાદી ગ્રુપ ના સભ્યોએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Leave a Reply