ટંકારીઆ કેજીએન અને મતાદાર સી.સી. ની રોમાંચક ફાઇનલ મેચમાં મતદારનો વિજય
ભરૂચ તાલુકાના પરીએજ ગામે સરબલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજરોજ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ ટંકારીઆ કેજીએન અને મતાદાર સી.સી. વચ્ચે રમાઈ હતી જેમાં મતાદાર ઇલેવન નો ૧ રને રોમાંચક વિજય થયો હતો.
મતાદાર ઈલેવને ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૯૪ રન ફટકાર્યા હતા જેના જવાબમાં ટંકારીઆ કેજીએન ટિમ નિર્ધારિત ૩૦ ઓવરમાં ૧૯૩ રન બનાવતા મતાદાર ઇલેવન નો રોમાંચક વિજય થયો હતો. એક સમયે આખી મેચ ટંકારીઆ ના ફેવર માં ચાલી ગઈ હતી પણ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે તેને સાર્થક કરતુ છેલ્લી ઓવર માં છેલ્લા બે બોલે જીત માટે ૨ રન ફટકારવાના હતા જે ના બનતા ટંકારીઆ એક રનથી ફાઇનલ મેચ હારી ગયું હતું.
Leave a Reply