ટંકારીઆ માં સમી સાંજે ઘરફોડ ચોરીનો બનાવ બનતા ચકચાર
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ વહેલી રાત્રીનાઆશરે ૯ થી ૧૦ વચ્ચેના સમયગાળામાં ઘરફોડ ચોરીનો બનાવ બનતા ગામમાં ચકચાર ફેલાઈ જવા પામ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે નાનાપાદર ખરીના પાછળ ના ભાગે મકાન ધરાવતા અબ્દુલઅઝીઝ મુસા જેટ કેજે વ્યવસાયે શિક્ષક છે તેમના મકાનમાં તેઓ તરાવીહની નમાજ માટે મસ્જીદેગયા હતા તથા તેમના ફેમિલીના અન્ય સભ્યો તેમના સગાં ને ત્યાં ગયેલાનો લાભ લઇ કોઈ જાણભેદુ ઈસમો દ્વારા બાજુના મકાનદ્વારા ધાબાપર ચઢી દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી આશરેએક લાખ રૂપિયા રોકડ તથા ૧૦ તોલા સોનુ લઇ ફરાર થઇગયા હતા. નમાજ બાદ ઘરના ઈસમો ઘરમાં આવી જોતા તેમનાઘરમાં ચોરી થયાની જાણ થતા તેમને પાલેજ પોલીસ નો સંપર્કકરતા પાલેજ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Leave a Reply