ટંકારીઆ માં મધરાત્રે વરસાદ ખાબકતા ખેડૂતવર્ગ ખુશખુશાલ
ટંકારીઆ તથા આસપાસના ગામોમાં શુક્રવારની રાત્રે વાદળોના ગડગડાટ વચ્ચે રહેમનો વરસાદ પડતા ખેડૂત વર્ગ ખુશખુશાલ થઇ ગયો છે.
લાંબા સમયથી ચાતક પક્ષી ની જેમ વરસાદ તરફ મીટ માંડીને બેઠેલા લોકો ની આતુરતાનો અંત આવી ગયો છે. જેમને કપાસનું આગોતરું વાવેતર કરી દીધું છે તેમના પાકોને જીવતદાન મળી ગયું છે અને તે ખેડૂતો માં રાહતની લાગણી ફેલાઈ જવા પામી છે. આમ શરૂઆત નો વરસાદ લગભગ ૧ ઇંચ જેટલો પડ્યાનું અનુમાન છે. ઠેર ઠેર ખાબોચિયામાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ટંકારીઆ ગામની મધ્ય માંથી પસાર થતો કાન્સ ની સાફસફાઈ ની માંગણી છે કારણકે સમગ્ર ગામના પાણી ના નિકાલનો ફક્ત અને ફક્ત એકજ માર્ગ બચ્યો છે અને તે સીતપોણ તરફ આગળ જઈને ભૂખી ખાડીમાં પૂર્ણ થાય છે. જેની સાફસફાઈ ની માંગણી ઘણા વખત થી થતી આવેલી છે જે બાબતે પંચાયતે કાન્સ સાફસફાઈ ની કાર્યવાહી કરવા માટે ની અરજી પણ કાર્યપાલક ઈજનેર, કરજણ વિભાગ, અંક્લેશ્વરને મોકલી આપી છે પરંતુ હજુ સુધી સાફસફાઈ ની કાર્યવાહી હાથ ધરી નથી. સદર કાન્સ અગર ભારે વરસાદ પડે તો છલોછલ ભરાઈ જાય છે અને ટંકારીઆ ગામમાં નીચાણવારા વિસ્તારો માં પાણી ભરાઈ જાય છે જેથી નીચાણવારા વિસ્તારોમાં ઘરોમાં, દુકાનોમાં, તથા આઈ. ટી. આઈ. માં તથા મસ્જિદ માં પાણી ભરાઈ જાય છે અને પારાવાર નુકશાન થાય છે. તો શું સત્તાવારાઓ આ પ્રત્યે દયાન આપશે? અને ટંકારીઆ ગામના નેતાઓ પણ આ પ્રત્યે ધ્યાન આપશે? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
Leave a Reply