ટંકારીઆ માં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગામી આવતા બકરી ઈદ ના તહેવારને અનુલક્ષીને આજરોજ ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ભરૂચના ડી.વાય.એસ.પી. વાઘેલા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ડી.વાય.એસ.પી. સાહેબે શાંતિ પૂર્વક ઈદ નો તહેવાર મનાવવાની હાકલ કરી હતી. આ બેઠકમાં પાલેજ ના પી. આઈ. જે. જે. પટેલ સાહેબ તથા પાલેજ પોલીસ હાજર રહી હતી. તદુપરાંત ગામના સરપંચ આરીફ પટેલ , ઘોડી ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા પંચાયત ના સદસ્યો અને ગ્રામ જનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Leave a Reply