૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ ફરીથી શાળાઓ શૈક્ષણિક પ્રવુત્તિઓથી ધમધમી ઉઠી
૨૧ દિવસના દિવાળી વેકેશનના વિરામ બાદ ટંકારીઆ અને પંથકની સરકારી અને ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલ અને શૈક્ષણિક પ્રવુત્તિઓથી ધમધમી ઉઠી છે. બીજું સત્ર શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવુત્તિઓથી વ્યસ્ત રહેશે. કેમકે પહેલા સત્રની તુલનામાં ધાર્મિક તહેવારોની રજાઓ પ્રમાણમાં ઓછી રહે છે. ૧૪ મી નવેમ્બરથી શરુ થયેલ બીજું સત્ર ૩જી મે ૨૦૨૦ સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ ૪ જી મે થી સમર વેકેશન નો પ્રારંભ થશે જે ૭ મી જૂન સુધી રહેશે.
Leave a Reply