Sad news from Tankaria

Gujarati poet, Haji Yakubsaheb Vali Bhim, known as “ZAKIR TANKARVI” passes away……. Inna lillahe wainna ilayhe rajeun. Namaj-e-janaja will held at Hashamshah [RA] graveyard at 3 pm today. May ALLAH [SWT] grant him the best place in Jannatul Firdaush. Ameen.

દુઃખદ સમાચાર
“લે હાથે કરતાલ ફકીરા” કાવ્ય ના રચયેતા શીક્ષણ જેમની ગળથુથી માં હતું એવા ટંકારીઆ હાઈસ્કૂલ ના માજી શિક્ષક હાજી યાકુબસાહેબ વલી ભીમ ઉર્ફે “ઝાકીર ટંકારવી” સાહેબનો આજે ઇન્તેકાલ થઇ ગયો છે તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહી અલ્લાહ ની રહેમત માં પહોંચી ગયા છે. ઇન્ના લીલ્લાહે વઇન્ના ઈલય્હે રાજેઉન. તેમની દફનવિધિ હાશમશાહ કબ્રસ્તાન માં ૩ વાગ્યે થશે. અલ્લાહ તેમની બાલ બાલ મગફેરત ફરમાવી જન્નત માં આલા મકામ અતા કરે એવી દુઆ.
કવિતાના કેટલાક અંશો
લે હાથે કરતાલ ફકીરા સૌ ની સાથે ચાલ ફકીરા.
“સરકી જાશે એકજ પળમાં દુનિયાને ના જાલ ફકીરા
દુઃખની ચિંતા ફેંક નદીમાં માલિક મોટી ઢાલ ફકીરા”
“હું એ માણસ તુએ માણસ સહુનું લોહી લાલ ફકીરા
બંને ખાલી હાથે જાશું આજ નહિ તો કાલ ફકીરા.”

મૂળ નામ: યાકુબ વલી ભીમ
શાયર નામ: ઝાકીર ટંકારવી
જન્મ સ્થળ: ટંકારીઆ, તા. જિ. ભરૂચ, ગુજરાત
જન્મ તારીખ: ૧.૧.૧૯૪૯
માતૃભાષા: ગુજરાતી
શૈક્ષણિક લાયકાત: બી.એ.બી.એડ.

શાંત અને ચિંતનશીલ સ્‍વભાવના જનાબ ઝાકિર ટંકારવી પણ એક અચ્‍છા ગઝલકાર હતા . ટૂંકા વજનની ઘણી સારી ગઝલો લખતા હતા . એમની ગઝલોમાં ચિંતન, સૂફી રંગની નાજૂક વાતો હતી . ટંકારીઆની માધ્‍યમિક શાળામાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે એમણે વર્ષો સુધી સેવા બજાવી. એમની પાસે કવિતાનો પાઠ શીખવાની વિદ્યાર્થીઓને ઘણી મજા આવતી કેમકે પોતે કવિ જીવ હોવાથી કવિતાનું હાર્દ બરાબર સમજી જતા અને તેનું કાવ્‍યમય ભાષામાં જ વર્ગમાં નિરૂપણ કરતા. કવિતા ભણાવતાં ભણાવતાં ઘણીવાર ભાવવિભોર થઇ જતા. લાગણીઓના પ્રવાહમાં ખુદ તણાતા અને વિદ્યાર્થીઓને પણ એનો અનુભવ કરાવતા.

ગઝલકાર સાથે મુશાયરાઓના એક સારા સંચાલક પણ હતા . એમને પોતાની અને અન્‍ય કવિઓની ઘણી બધી રચનાઓ મોઢે હોવાથી મુશાયરામાં ઘણીવાર આખીને આખી કવિતાઓ ટાંકી સરસ રંગત જમાવી શ્રોતાઓને બરાબર જકડી રાખતા હતા.

આકાશવાણી ઉપરથી અવારનવાર એમનાં કાવ્‍યો અને વાર્તાલાપ પ્રસારિત થયાં છે. દૈનિક “ગુજરાત ટુડે” અને “ગુજરાત મિત્ર”માં એમના લેખ, નિબંધ અને ગઝલો અવારનવાર પ્રગટ થયાં છે. ગુજરાત સાહિત્‍ય અકાદમીની આર્થિક સહાય દ્વારા ૧૯૯૦માં એમનો કાવ્‍ય સંગ્રહ “સ્‍પંદન” પ્રગટ થયો, જેને સારો આવકાર મળ્‍યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*