ટંકારીઆ મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરાયું.
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના ઉત્સાહી મિત્ર મંડળ દ્વારા એક સમૂહ લગ્ન નું આયોજન કુકરમુન્ડા મુકામે આજરોજ કરવામાં આવ્યું હતું. સદર સમૂહ લગ્ન માં ૯ (નવ) નવદંપતીઓએ પોતાનો સંસાર માંડ્યો હતો. અલ્લાહ પાક નવદંપતીઓને કાયમી મહોબ્બતથી નવાજે અને આવનારી ઓલાદ નેક, સ્વાલેહ અને પરહેઝગાર બનાવે. આ થકી આયોજકોને ખુબખુબ અભિનંદન સાથે મુબારકબાદી અર્પિત કરીએ છીએ. આયોજકોએ નવદંપતીઓને જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ ભેટ તરીકે અર્પણ કરી હતી. અલ્લાહ પાક આયોજકોને આવી સામાજિક પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રાખે એવી દુઆ.
Leave a Reply