Event preparation meeting by Shaikhul Islam Trust Tankaria.
An event of our spiritual saint Huzur Shailkhul Islam wal muslimin Hazrat Sayyed Madnimiya Ashrafi and his son Sayyed Hamzamiyan Ashrafi is honoring with 2 days spiritual presenting in our beloved town Tankaria on 10th and 11 of February 2020. For making success of that two days event, Shaikhul Islam Trust Tankaria region has organised a preparation meeting at Darul Ulum Community hall last night in presence of Khatib o Imam Maulana Abdulrazzaq Ashrafi [Khalif e Shaikhul Islam] for distribution of particular arrangement work to young people of Tankaria. In that meeting large number of young generation of Tankaria attended. “Hard work and dedications are the ways to paint our success stories. Today whatever we have, we earn it and keep this spirit up always. Many successes are yet to come.”
મહાન બુઝુર્ગ ના ટંકારિયામાં આગમન ના પગલે વ્યવસ્થાલક્ષી મિટિંગ નું આયોજન શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું.
દીનો સુન્નીયતના તાજદાર શૈખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન હઝરત સૈયદ મુહમ્મદ મદનીબાવા અશરફી તથા તેમના ફરઝંદ હઝરત સૈયદ હમઝામિયાં અશરફી ટંકારીઆ ની સરઝમીન પર તારીખ ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી ના રોજ તશરીફ લાવી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે હઝરત ની પધરામણી વખત ના કાર્યક્રમોને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે એક મિટિંગ નું આયોજન ગતરોજ દારુલ ઉલુમ કોમમ્યુનીટિ હોલમાં કરવામાં આવ્યું હતું. આ મિટિંગ જામા મસ્જિદ ના ખતીબો ઇમામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબના સાનિધ્યમાં રાખવામાં આવી હતી. ઇમામ સાહેબે હઝરતના કાર્યક્રમોની રૂપરેખા હાજરજનો ને આપી હતી અને આ કાર્યક્રમ કેવી રીતે શિસ્તબદ્ધ રીતે સંપન્ન કરવો તેની સવિસ્તાર માહિતી આપી હતી. આ મિટિંગમાં બહોળી સંખ્યામાં નવયુવાનો હાજર રહ્યા હતા.
Leave a Reply