સુન્નીયતના મહાન બુઝુર્ગ શૈખુલ ઇસ્લામ ની ટંકારિયામાં પધરામણી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સુંનીય્યત ના તાજદાર હઝરત સય્યદ મુહમ્મદ મદની મિયાં અશરફીયુલ જિલ્લાની તથા તેમના જાનશીન હઝરત સય્યદ હમઝામિયાં ની બે દિવસની મુલાકાતે ટંકારીયાની રોનક વધારી દીધી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર
જશ્ન એ આમદે શૈખુલ ઇસ્લામ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં સવારના અગિયાર વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહી ફૈઝીયાબ થયા હતા. આ પ્રોગ્રામ માં નાતશરીફ ના ગુલદસ્તા પેશ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ઇસ્લામિક પ્રશ્નોત્તરી નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ ઇસ્લામિક પ્રશ્નોના ઉત્તર જગ્યા પર જ હુઝૂર શૈખુલ ઇસ્લામ દ્વારા આપી જે તે પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. અંતમાં સલાતો સલામ પઢી દુઆઓ સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ જણાવે છે કે આજ પ્રમાણે નો પ્રોગ્રામ આવતી કાલે પણ આજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યો છે.
Leave a Reply